________________
મૂળભૂત અધ્યાત્મ સંસ્કૃતિ
દર્શન કરવું. સમ્યક્દર્શન નૈસર્ગિક રૂપમાં આંતરિક ભાવો અને સંસ્કારોથી ઉત્પન્ન થાય છે અને અધિગમ દ્વારા અર્થાત્ ઉપદેશ, શાસ્ત્ર અથવા સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે. સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા સમ્યક્દર્શન છે. સમ્યક્દર્શન મુક્તિમાર્ગની પ્રથમ સીડી છે. આધ્યયન સૂત્ર (૨૮-૩૦)માં કહેવામાં આવ્યું છે :
___“नांद सणिस्स नाणं, नाणेण बिना न हुंति चरण गुणा ।”
અર્થાત્ સમ્યક્દર્શન રહિત જીવને સમ્યકજ્ઞાન નથી હોતું અને જ્ઞાન વગર સમ્મચારિત્ર નથી હોતું. આગમોમાં સંશય, વિભ્રમ અને વિપર્યાય રહિત જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે.
જૈન શાસ્ત્રોમાં સમ્યક્દર્શનનાં આઠ અંગ બતાવવામાં આવ્યાં છે. તે છે : નિ:શંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિત, ઉપવૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.'
સમ્યક્દર્શન નિ:શંકિત હોય છે. જ્યારે મનુષ્ય સાચા દેવ, શાસ્ત્ર અને ગુરુના દિવ્ય ઉપદેશોમાં અટલ આસ્થા અને શ્રદ્ધા રાખે છે ત્યારે એને સાત પ્રકારનાં ભય અથવા તત્ત્વોમાં સંશય નથી રહેતો. નિ:કાંક્ષિત હોવાનું તાત્પર્ય - ધર્માચરણ કરતાં એનાં ફળ માટે સાંસારિક ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, ભોગવિલાસની ઇચ્છા ન કરવી અથવા આડંબરોમાં ન ફસાવું અથવા પરદ્રવ્યોની લાલસા ન રાખવી. નિર્વિચિકિત્સા અંતર્ગત મુનિ અને શ્રાવકના ગુણોને જોવા અને એના મલિન શરીર વગેરે પ્રત્યે ગ્લાનિ રહિત આચરણ રાખવું. અમૂઢ દૃષ્ટિમાં કુદેવ, કુધર્મ, કુગુરુની ચમત્કારિક વાતોમાં આવીને અને ભ્રમિત થઈ પોતાની ધાર્મિક શ્રદ્ધાથી વિચલિત ન થવું. ઉપબૃહણા અંગનો સાર છે ગુણગ્રાહી થવું, ગુણીજનોનો આદર કરવો અને બીજાના દોષ ન જોઈને એમના ગુણો ઉપર ધ્યાન આપવું, પરંતુ પાખંડી લોકોની સ્વાર્થી ભાવનાથી સચેત રહેવું. સ્થિરીકરણનો અર્થ છે સમ્યદૃષ્ટિના માર્ગથી વિચલિત ન થવું, ધર્મમાર્ગમાં સ્થિર રહેવું અને અન્યોને રાખવા. વાત્સલ્ય એટલે પ્રાણીજગત પ્રત્યે મૈત્રીભાવ રાખવો, સાથે ગુણીજનો અને ધર્મનિષ્ઠ લોકો પ્રત્યે આદર રાખવો તથા કપટ અને અભિમાનને પોતાની પાસે ફરકવા ન દેવાં. પ્રભાવના એટલે ધર્મનો પ્રભાવ વધે તેવું કામ કરવું તથા
159.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org