________________
જૈન ધર્મની પ્રાચીનતા
પોતાના પુસ્તક ‘ઇન્ડિયન ફિલૉસોફી'માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન લખે છે કે શ્રીમદ્ ભાગવત પુરાણે એ મતને સમર્થન આપ્યું છે કે ઋષભદેવ જૈન ધર્મના સંસ્થાપક હતા. તેઓ વિશેષમાં લખે છે
“ઉપલબ્ધ પ્રમાણો દર્શાવે છે કે ઈ.સ. પૂર્વે પ્રથમ શતાબ્દીની પૂર્વે એવા લોકો હતા જેઓ પ્રથમ તીર્થંકર ઋષભદેવના ભક્ત હતા. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી કે વર્ધમાન અથવા પાર્શ્વનાથના ઘણા સમય પહેલાંથી જૈન ધર્મ પ્રચલિત હતો. યજુર્વેદમાં ઋષભનાથ, અજિતનાથ તથા અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થંકરોના ઉલ્લેખ આવે છે. ભાગવત પુરાણ પણ એ વિચારનું સમર્થન કરે છે કે ઋષભદેવ જૈન ધર્મના પ્રવર્તક હતા.” (પૃ. ૨૭૮)
આમ અનાદિકાળથી ચાલી આવતી જૈન પરંપરામાં ઋષભદેવને ‘આદિનાથ’ પણ કહેવામાં આવે છે.
સિંધુ ખીણની સભ્યતાનું વિવરણ આપતાં વિખ્યાત ઇતિહાસકાર ડૉ. રાધાકુમુદ મુખરજી પોતાના પુસ્તક ‘હિંદુ સભ્યતા'માં લખે છે કે એ સમયના સિક્કામાં ધ્યાનસ્થ જૈન મુનિ અંકિત છે જે દ્વિતીય શતાબ્દીના મથુરા મ્યુઝિયમમાં સંગ્રહાયેલી ઋષભદેવની મૂર્તિ જેવા જોવા મળે છે અને મૂર્તિની નીચે બળદનું ચિહ્ન પણ દેખાય છે. મોહેં-જો-દરોના ઉત્ખનન સમયે પણ ‘નિગ્રંથ’ મૂર્તિઓ મળી આવી છે. એવી રીતે હરપ્પામાં પણ થયું. હિંદુ વિશ્વવિદ્યાલય, કાશીના પ્રોફેસર પ્રાણનાથ વિદ્યાલંકાર સિંધુ ખીણમાં મળેલી કાયોત્સર્ગ પ્રતિમાઓને ઋષભદેવની માને છે અને એમનો દાવો છે કે એમણે તો સીલ ક્રમાંક ૪૪૯ ૫૨ ‘જિનેશ' શબ્દ પણ વાંચ્યો છે.
શ્રી વિષંભરસહાય પ્રેમીએ પોતાના પુસ્તક ‘હિમાલયમાં ભારતીય સંસ્કૃતિ'માં આ વિચારની પુષ્ટિ કરતાં લખ્યું છે, “શુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિથી એ માનવું જ પડે કે ભારતીય સભ્યતાના નિર્માણના પ્રારંભકાળથી જ જૈનોનું યોગદાન હતું અને જૈન ધર્મ જ્ઞાન અને લલિતકળામાં અગ્રિમ હરોળમાં હતો.”
Jain Education International
5
For Personal & Private Use Only
www.jainelibrary.org