________________
જેને ધર્મઃ વારસો અને વૈભવ
अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदियं च अत्थे सु ।
णाणं च तहा सोसवं जं तेसु परं च तं णेयं ।। અર્થાત્ જે રીતે જ્ઞાન મૂર્ત-અમૂર્ત અને ઇન્દ્રિય-અતીન્દ્રિય પ્રકારે હોય છે, એ રીતે સુખ પણ મૂર્ત-અમૂર્ત અને ઇન્દ્રિય-અતીન્દ્રિય હોય છે. આમાં ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયસુખ હેય છે, અને અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ ઉપાદેય છે.
જૈન દર્શનમાં સંયમને બે રૂપોમાં જોવામાં આવ્યો છે : (૧) પ્રાણીસંયમ અને (૨) ઇંદ્રિયસંયમ. છ-કાયના જીવોના ઘાત તથા ઘાતના ભાવોના ત્યાગથી પ્રાણીસંયમ અને પંચેન્દ્રિય તથા મનના વિષયોના ત્યાગને ઇન્દ્રિયસંયમ કહેવામાં આવ્યો છે. આ રીતે સંયમના આચરણના બંને પાસા મહત્ત્વના છે. માનવની સામાજિક, આર્થિક, આધ્યાત્મિક અને પર્યાવરણીય ફરજો માત્ર માનવસમાજ પ્રત્યે જ નથી પરંતુ સમસ્ત પ્રાણીજગત તથા પ્રકૃતિ પ્રત્યે પણ છે. સંયમમાં બીજા પ્રત્યે કરુણા, સહાનુભૂતિ, સંવેદનશીલતા, સ્નેહ અને સહઅસ્તિત્વની ભાવના સમાયેલી છે. બીજાનું શોષણ ન કરવું, બીજાને દુઃખ ન પહોંચાડવું, બીજા પ્રત્યે હિંસક પ્રવૃત્તિ, ધૃણા, પ્રતિકાર અને ઈર્ષાની ભાવનાનું દમન કરવું સંયમ છે. એ જ રીતે સ્વયંને અનુશાસિત અને નિયંત્રણમાં રાખવું એ પણ સંયમ છે. આથી માનવી ભોગવિલાસ, લોભલાલચ અને અહંકારથી દૂર રહી શકે.
સંયમના આ વ્યાપક રૂપને સમજવું અત્યંત આવશ્યક છે. જો આપણે સંયમને માત્ર રાત્રિભોજનત્યાગ, શાકાહારી બનવા અથવા વ્રત-ઉપવાસની પ્રક્રિયાઓ સુધી જ સીમિત રાખીશું તો આપણે પોતાની ઇંદ્રિયોને વશમાં નહીં રાખી શકીએ અને ભૌતિકતાની માયાજાળમાં ફસાઈ જઈશું. સંયમપાલન માત્ર ધાર્મિક પ્રક્રિયા જ નથી, નૈતિક જીવન જીવવાની એક શૈલી છે. સંયમથી જ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતને જીવનવ્યવહારમાં યોગ્ય રૂપે લાવી શકાય છે.
170
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org