________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
કુદરતી શુદ્ધ હવા પ્રદૂષિત થઈ ગઈ છે. કોલસો, લાકડું વગેરે બળતણ, ગેસ ચીમનીઓ, ડીઝલ અને પેટ્રોલથી ચાલતાં વાહન વગેરેનો ધુમાડો હવાને પ્રદૂષિત કરીને અનેક બીમારીઓ ફેલાવે છે.
જૈન શાસ્ત્રોમાં વાયુને સચિત્ત-સજીવ બતાવીને વાયુના પ્રદૂષણથી વાયુકાય જીવો તથા તેના આશ્રયના જીવોનો નાશ અને એના પ્રદૂષણથી થનારા નુકસાન વિશે કહેવામાં આવ્યું છે :
“જે વિવિધ પ્રકારના શસ્ત્રો (સાધનો)થી વાયુકાયની હિંસા કરે છે, એને આશ્રિત અનેક જીવોની પણ સાથે હિંસા કરે છે. આ જાણીને બુદ્ધિમાન સાધકે વાયુકાયની સ્વયં હિંસા ન કરવી જોઈએ, ન બીજા પાસે કરાવવી જોઈએ કે ન કરનારાઓને સમર્થન આપવું જોઈએ. કારણ કે આ હિંસા અહિતકર અને સમ્યક બોધથી રહિત કરનારી છે.”
(૫) ધ્વનિક્ષેત્ર : સંસારમાં ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થયો છે અને તીવ્ર ધ્વનિના પરિણામે મનુષ્યની શ્રવણશક્તિ અને આંતરિક ઊર્જા ક્ષીણ થઈ રહી છે. આવાગમનનો કોલાહલ, મશીનોનો ખખડાટ, વિમાનનો કર્ણભેદી સ્વર, વિસ્ફોટક ધ્વનિની તીવ્રતા મનુષ્યના સ્વાથ્ય પર હાનિકારક અસર કરી રહ્યા છે. જૈન ધર્મના ગ્રંથ “આચારાંગ” (૧-૧-૭-૫૭)માં કહેવામાં આવ્યું છે :
“જે સત્ય યા સમત્વને જાણે છે, સમ્યકદષ્ટિથી બોલે છે, તે જ મૌનનું મહત્ત્વ જાણી શકે છે.” - ધ્વનિ પ્રદૂષણથી બચવા માટે ભગવાન મહાવીરે વાફ-સંયમ, વચનગુપ્તિ, ભાષાસમિતિ, ચતુર્વિધ વિકથાત્યાગ વગેરે પર ભાર આપ્યો છે અને વિનયશીલતા અને સૌમ્યતાને પ્રોત્સાહિત કરી છે.
(ક) અગ્નિક્ષેત્ર : અગ્નિકાયથી થનારા પ્રદૂષણ પણ વાયુ-પ્રદૂષણ સાથે સંબંધિત છે. બળતણ અને વાયુ પ્રદૂષણથી વાયુમંડળનો ઓઝોનનો સ્તર ખલાસ થઈ રહ્યો છે જે પૃથ્વી પરના જીવન માટે અત્યંત હાનિકારક છે અને જેનાથી પૃથ્વી પર ગરમીનો વ્યાપ (Global warming) વધી રહ્યો છે અને જલવાયુમાં અજબગજબ પરિવર્તન આવી રહ્યું છે. કહે છે કે એક ટન કોલસો બાળવાથી એક
120
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org