________________
જૈન ધર્મ ઃ વારસો અને વૈભવ
બધા ગ્રંથો સંસ્કૃતમાં છે. પ્રાકૃત ભાષાના પ્રયોગથી એવું લાગે છે કે જૈનો પ્રાર્વેદિક છે અને સિંધુ ખીણની સભ્યતા સાથે એમનો સંબંધ હતો. સિંધુ ખીણની સભ્યતાનાં કેટલાંય પ્રમાણો જૈન સંસ્કૃતિ સાથે સામ્ય ધરાવે છે.
આ રીતે પુરાતત્ત્વીય, ઐતિહાસિક અને સાહિત્યિક ઉપલબ્ધ સામગ્રીથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મ અનાદિ કાળથી એક સ્વતંત્ર અને મૌલિક દર્શનપરંપરાના રૂપમાં વિકસિત થયો છે અને જૈન ધર્મ વૈદિક ધર્મ વિરુદ્ધ કોઈ વિદ્રોહ છે અથવા બૌદ્ધ ધર્મનો સમકાલીન રહ્યો છે એ ભ્રામક અને નિરાધાર વાત છે. આ માત્ર જૈનોનો જ અભિપ્રાય નથી. કેટલાય હિંદુઓ તથા પાશ્ચાત્ય જૈનેતર વિદ્વાનો પણ ઘણી શોધો અને સમીક્ષા પછી આ નિર્ણય પર પહોંચ્યા છે.
જૈન ધર્મ અને દર્શનમાં કેવળ આધ્યાત્મિક ઊંડાણ જ નથી પરંતુ સાથે તેનું પર્યાવરણીય પાસું અને નૈતિક જીવનકળાનો પક્ષ તેને આધુનિક યુગમાં માનવતાના સહિયારા વારસા(Common heritage of humanity)નું અભિન્ન અંગ બનાવે છે. જેથી જૈન ધર્મ અને દર્શન આજના યુગમાં વૈશ્વિક સ્તરે ઐતિહાસિક ભૂમિકા અદા કરી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org