________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
શાસન દ્વારા કુખ્યાત હત્યા ક્ષેત્રો (Killing Fields)માં હજારો નિર્દોષ માનવીઓને દફનાવાયેલા જોઈએ કે દ્વિતીય મહાયુદ્ધમાં નાઝીઓ દ્વારા યાતના-છાવણીમાં થયેલા અત્યાચારોનો હિસાબકિતાબ જોઈએ ત્યારે હૃદય દ્રવી જાય છે. જો એ બધી જગ્યાએ મહાત્મા ગાંધી જેવા કોઈ શાંતિદૂત હોત તો કદાચ ઇતિહાસ જ બદલાઈ જાત. આ ઘટનાઓ દર્શાવે છે કે હિંસા દુર્જનો અને કાયરોનું હથિયાર છે.
નેપાળમાં ભારતીય રાજદૂતની કામગીરી બજાવતો હતો, ત્યારે એક વખત મધર ટેરેસા રાજધાની કાઠમાંડુમાં આવ્યાં હતાં. પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરની પાસે એક વૃદ્ધાશ્રમમાં હું એમની સાથે ગયો. તેઓ બે કલાક સુધી વૃદ્ધ મરણોન્મુખ માનવીઓની સેવા-શુશ્રુષા કરતાં રહ્યાં. મેં પૂછ્યું કે ‘કમનસીબે આ બધા એવી અવસ્થા અને સ્થિતિમાં છે કે એમને કોઈ દવાઓ બચાવી શકે તેમ નથી, ત્યારે મધર, આપની આ સેવાથી એમને શું લાભ મળે ?” ખૂબ સહજ મમત્વથી મધર ટેરેસાએ કહ્યું, “મને ખબર છે
આ કોઈ પણ ક્ષણે આંખ મીંચી દેશે. પરંતુ આ લોકો માત્ર શારીરિક બીમારીનાં દર્દી નથી; એમના પરિવારજનોએ એમને અસહાય બનાવીને અહીં ભગવાનના શરણમાં મોકલી દીધાં. આ તો હૃદયહિંસા થઈ કહેવાય. આ લોકો પ્રેમના ભૂખ્યાં છે. એમને બીજી કોઈ લાલસા નથી. જુઓ વાત્સલ્યભેર પંપાળવાથી એમના ચહેરાની કરચલીઓમાં હળવું હાસ્ય ફૂટવાની તૈયારી કરી રહ્યું છે. બસ આ જ મારી સેવાનો ઉદ્દેશ છે કે અંતિમ સમયે એમના હૃદયમાં એમ લાગે કે જાણે કોઈ પ્રેમની જ્યોત ફરીથી જગાવી ગયું. ” આ છે અહિંસાનું ઉદાત્ત અને ક્રુણામય રૂપ.
આ અનુપમ ક્ષણોમાં મને યાદ આવી ગયો સંત કબી૨નો એક દુહો : “પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભયા ન કોય,
ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.”
જૈન આચાર્ય મહાપ્રજ્ઞજીએ ગુજરાતમાં અહિંસાયાત્રા કરીને એમનાં પ્રવચનો અને વિહારથી હિંસા અને શત્રુતાના વાતાવરણ વચ્ચે શાંતિ અને
Jain Education International
82
For Personal & Private Use Only
www.jainelibrary.org