________________
પર્યુષણ પર્વ
(૩) ઉત્તમ સંયમઃ
મનોવૃત્તિઓ અને હૃદયમાં ઉત્પન્ન થનારી લાલસાઓ અને કામનાઓ પર અને ઇન્દ્રિયો ઉપર અંકુશ રાખવો તે સંયમ છે. જૈન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે:
“કુછ દુ માસ સમા મતિયા !” અર્થાત્ “જેમ આકાશ અનંત છે, એ રીતે ઇચ્છાઓ પણ અનંત છે. એક ઇચ્છાની પૂર્તિ થતાં પહેલાં જ અનેક નવી ઇચ્છાઓ પેદા થઈ જાય છે.”
શાસ્ત્રકારોએ સંયમના બે ભેદ બતાવ્યા છે : (૧) ઇન્દ્રિયસંયમ અને (૨) પ્રાણીસંયમ. પાંચ ઇન્દ્રિયો અને ચંચલ મનની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખવી ઇન્દ્રિયસંયમ છે અને છ-કાયના જીવોની હિંસાથી વિરત રહેવું પ્રાણીસંયમ છે. મનુષ્ય બધાં પ્રાણીઓ ઉપર કરુણાભાવ રાખવો જોઈએ અને સ્પર્શ, રસના, ધ્રાણ, ચક્ષુ તથા શ્રુતઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. મનનો સ્વભાવ ચંચલ છે અને આત્માનો સ્વભાવ અને દિશાપરિવર્તન આપી સમ્પ્રવૃત્તિમાં જોડવાનો છે. સંયમ એક પ્રકારની લગામ છે જે મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને રાખે છે.
આપણે સાધના કરવા ઇચ્છતા હોઈએ પણ જો ચિત્તવૃત્તિઓ અસંયમી બની ભાગ-દોડ કરતી રહે તો એનું નિયમન કરવું જોઈએ અને એને કાબૂમાં રાખવી જોઈએ. સંયમ વ્યવસ્થા છે અને સાધના ગતિ છે. સંયમ બ્રહ્મચર્ય વ્રતનો જ એક આયામ છે. તે તપ છે અને સંયમ આત્માનુશાસન છે. -
સંયમ અપરિગ્રહનું અવિભાજ્ય અંગ છે કે જે આપણે અપરિગ્રહના અધ્યયનમાં જોઈ ચૂક્યા. સંયમથી પરિગ્રહ છોડવાની ઇચ્છાશક્તિ અને સાહસ જાગ્રત થાય છે. સંયમ વગર અપરિગ્રહ અધૂરો રહી જશે અને આપણે આપણી લાલસાઓની માયામાં ગૂંચવાઈ જઈશું. (૭) ઉત્તમ તપ :
તપ શુદ્ધતાના ગુણનું વધુ એક સક્રિય અને શ્રદ્ધાપોષક રૂપ છે. સંયમ દ્વારા મનુષ્ય પોતાની આંતરિક શક્તિઓને કેન્દ્રિત કરી લે છે અને તપ દ્વારા એને કર્મબંધનોથી છોડાવી લે છે. તપ કર્મક્ષયનું મુખ્ય સાધન છે. એનાથી કર્મ-આસવ પર બ્રેક લાગે છે. નિર્જરાને માટે જે કઠોરસાધના કરવામાં આવે છે, તે તપ છે.
197
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org