________________
અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ – એક નવી દિશા
શિબિરો અને કેન્દ્રોનું આયોજન અને સંચાલન દરેક ક્ષેત્રમાં વાતાવરણને અનુરૂપ કરવું અત્યંત જરૂરી બનશે. આવા પ્રયાસોથી જનજાગૃતિમાં નિરંતર વિકાસ થશે. આ તો શરૂઆત થશે. ચરિત્રનિર્માણનો પડકાર છે દરેક ગામે સ્થાનિક પહેલ કરીને અહિંસા પરિવારને મૂર્ત રૂપ આપવાની. આપણે અહિંસા-પ્રશિક્ષણના માધ્યમથી સમાજના બધા ઘટકોમાં વિનમ્રતા, વિવેક, સદાચાર, ગુણગ્રાહ્યતા, સહનશીલતા, જિજ્ઞાસા અને પ્રગતિશીલ વિચારોના ગુણોને વધારવાની દિશામાં તત્પર રહીએ. દેશને સુખી અને સમૃદ્ધ બનાવવાને માટે શિક્ષણની મૂલ્યનિષ્ઠા અને ગુણવત્તાને વધારવી પડશે. સંકટ, મુશ્કેલીઓ અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા સંસારમાં અહિંસાયાત્રાનું અભિયાન આકાશમાં પ્રગટતા મેઘધનુષ્યની જેમ પ્રગટ થયું છે. ૨૧મી શતાબ્દીને માટે આ એક અદ્ભુત ભેટ છે. હિંસાના પૂરને રોકવું અને અહિંસાની નદીને વેગવંતી બનાવવી આ શતાબ્દીમાં માનવજાતિને માટે એક ગંભીર પડકાર અને સાથે સાથે એક સોનેરી અવસર પણ છે.
237
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org