________________
ઉપસંહાર
આ પુસ્તકમાં ઐતિહાસિક સંદર્ભની પૃષ્ઠભૂમિની સાથે સાથે આધુનિક યુગમાં જૈન ધર્મનાં વિભિન્ન પાસાંઓ વિશે વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. દરેક પગલે સૈદ્ધાંતિક વિશ્લેષણની સાથે સાથે બદલાતી પરિસ્થિતિઓમાં જનજીવન માટે જૈનદર્શનની કલ્યાણવર્ધક સામયિકતાને પ્રસ્તુત કરવામાં આવી છે.
વિહંગમ દૃષ્ટિએ જોઈએ તો જૈન ધર્મ ઊપસી આવે છે એની અનોખી સર્વોદયી સંપૂર્ણતાથી. તેને મેં “એક વિરાટ સંસ્કૃતિની સંજ્ઞા આપી છે. અન્ય ધર્મોની તુલનામાં જૈન ધર્મમાં અધ્યાત્મ, જીવનદર્શન અને જીવનાચાર વધારે સંતુલિત માત્રામાં એકબીજા સાથે ગુલ્ફિત અને વિકસિત થઈ રહ્યાં છે. વ્યક્તિગત ધર્મસાધનાસૃષ્ટિ અને સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ એ બંને અવિભાજ્ય રૂપે એક જ શ્વાસમાં જોડાયેલાં છે. સ્વર્ગીય અમરમુનિના શબ્દોમાં... ધર્મ ન બાહર કી સજ્જા મેં, જયકારો મેં આડંબર મેં, વહ તો અંતરતમ કે, ગહરે ભાવોં કે અવિનાશી સ્વર મેં.”
જૈન ધર્મ કોઈ પણ પ્રકારે ધમધતા અને અંધવિશ્વાસભર્યો સંકીર્ણ ધર્મપંથ નથી જે માત્ર પૂજનઅર્ચનની પ્રક્રિયા અથવા કોઈ એક ચીલાના જડ
238
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org