________________
પર્યુષણ પર્વ
સાધર્મિક વાત્સલ્ય : (ધર્મપ્રેમી બંધુઓ સાથે સૌહાર્દવર્ધક વહેવાર) પરસ્પર ક્ષમાપના : (ચોર્યાસી લાખ યોનિઓના સમસ્ત જીવો પ્રત્યે ક્ષમા-ભાવનું
આદાન-પ્રદાન). અઠ્ઠમ તપ : (ત્રણ દિવસ સુધી નિરાહાર ઉપવાસ) ચૈત્ય-પરિપાટી : (દરરોજ દેવ, ગુરુ, મંદિર દર્શન અને શાસ્ત્રજ્ઞાન લાભ)
આ આચારોના પાલનમાં વ્યાવહારિક અને પારમાર્થિક બંને હેતુઓનો સમાવેશ છે. અમારિ પરિવર્તનમાં અહિંસાનો મૂળ આચાર સમાયેલો છે. પ્રયત્ન એવો રહે કે આસપાસ અથવા ક્ષેત્રમાં કોઈ પણ જીવહિંસા ન કરે. જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીનાં પ્રવચનોથી પ્રેરાઈને સમ્રાટ અકબરે પોતાના આખા સામ્રાજ્યમાં પર્યુષણ પર્વ દરમિયાન પશુવધના નિષેધનાં ફરમાન બહાર પાડ્યા હતા. આ દિવસોમાં શ્રાવક કોઈ પણ પ્રકારે વિચાર, વાણી અથવા આચારમાં હિંસાજન્ય વ્યવહાર ન કરે. પંચાચાર પાલનમાં સમાયેલાં છે ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ અને વિનય, મૃદુતા, અપરિગ્રહ, કરુણા, સહિષ્ણુતા અને સૌમ્યભાવ ગુણસમૂહનો આત્મામાં વિકાસ.
પર્યુષણના દિવસોમાં પંચાશ્રવ પરિત્યાગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તે છે (૧) પ્રાણાતિપાત ૨) મૃષાવાદ (૩) અદત્તાદાન (૪) મૈથુન અને (૫) પરિગ્રહ. તાત્પર્ય એ છે, સત્ય બોલવું, અચૌર્ય વ્યવહાર રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, લોભ સંવરણ કરવો અને કોઈને સતાવવું નહીં અને ન સતાવવાનો ભાવ મનમાં લાવવો. - ત્રીજે દિવસે તપ સાધનામાં ધારણા છે કે આખા પર્યુષણમાં ધર્મશાસ્ત્રોના છ હજાર શ્લોકોનું વાચન અથવા સાઇઠ વાર નવકારવાળીનો જાપ. છ બાહ્ય-તપ છે: (૧) અનશન-નિરાહાર; ઉપવાસ (૨) ઉણોદરી - ભૂખથી ઓછું ભોજન (એકાસણા, બેસણા) વગેરે (૩) વૃત્તિ-સંક્ષેપ - ઓછી સંખ્યાના પદાર્થોનો આહાર; (૪) રસત્યાગ (ઘી, મીઠાઈ, દૂધ વગેરે) (૫) કાયા ફ્લેશ-સુખશીલ સાધનોથી દૂર રહેવું અને (૬) સંલીનતા. છ આત્યંતર તપ છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય (સેવા) (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬)
187
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org