________________
જૈન ધર્મ : વારસો અને વૈભવ
વડર ઉપાસના (કર ઉપાસના). ત્યારે વર માયા વાસના (ત્યાગ કર માયા વાસના) વીતરા, વીયમાન (વીતરાગ ઉદયમાન)
નય મહાવીર નચ વર્ધમાન (જય મહાવીર જય વર્ધમાન) ચાતુર્માસના પર્વની પ્રાસંગિકતા :
પર્યુષણ પર્વ ચાતુર્માસમાં આવે છે, જેમાં સાધુ-સાધ્વીઓને એક સ્થાન પર નિવાસ કરવાની અનિવાર્યતા શાસ્ત્રોમાં નિશ્ચિત કરવામાં આવી છે. સંતો માટે વર્ષાવાસ પર્યુષણનું અનિવાર્ય વિધાન છે. સંતોના એક જ સ્થાને ચાતુર્માસના પરિણામે ભક્ત સમાજને એમના સત્સંગનો પૂરો લાભ મળે છે. તેની પરાકાષ્ઠા પર્યુષણ પર્વમાં આવે છે. કારણ કે એ દરમિયાન શ્રદ્ધા અનુસાર જૈન ધર્માવલંબી વ્રત, ઉપવાસ, સ્વાધ્યાય, સાધના, પ્રતિક્રમણ – વિશેષ નિષ્ઠા અને ઉત્સાહથી કરે છે, ભિન્ન પ્રકારનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી પર્યાયોનું આચરણ કરવામાં આવે છે અને અપરિગ્રહ અને સંયમની ભાવનાને વધુ ને વધુ સાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ સઘળું દેવ-શાસ્ત્ર-ગુરુના સાંનિધ્યમાં થાય છે; ગુરુ નિમિત્ત બનીને તીર્થકરોનો સંદેશ અને જૈન શાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન સામાન્ય માણસોને સમજાવે છે અને સાથે જ તપ-ધ્યાનના ધર્માચારની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. મહાસતી લીલાવતીજીએ યોગ્ય કહ્યું છે :
“શ્રાવણ અને ભાદરવા માસમાં પર્યુષણ પર્વ આવે છે, જો શ્રાવણમાં ધર્મવચનનું શ્રવણ ન થાય તો, ભાદ્રપદ (ભાદરવા)માં અભદ્ર બનીએ અને આસોમાં કોરા જ રહી જવાય.' શ્વેતાંબર પર્યુષણ પર્વ :
શ્વેતાંબર પરંપરામાં પર્યુષણ પર્વના આઠ દિવસમાં ધ્યાન કેન્દ્રિત થાય છે : (૧) આહારશુદ્ધિ (૨) સહકારશુદ્ધિ (૩) વ્યાપારશુદ્ધિ (૪) સંસ્કારશુદ્ધિ (૫) આચારશુદ્ધિ (ક) વિચારશુદ્ધિ (૭) વ્યવહારશુદ્ધિ (૮) આત્મશુદ્ધિ.
પ્રથમ ત્રણ દિવસ પૂર્વાચાર્યો દ્વારા રચિત અષ્ટાહ્નિકા વ્યાખ્યાનનું વાચન થાય છે. આમાં જીવનશુદ્ધિને માટે પાંચ કર્તવ્યોનું પાલન કરવાની તત્પરતા જગાવવામાં આવે છે. પાંચ કર્તવ્યો છે : અમારિ પ્રવર્તન : (નિર્દોષ મૂક પ્રાણીઓની રક્ષા તથા જીવદયા વ્યવહાર)
186
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org