________________
અનેકાંત સંસ્કૃતિ
અનેકાંત દષ્ટિ એ જૈન ધર્મની માનવતાને અદ્ભુત ભેટ છે. આ એક સત્ય-જ્ઞાનવર્ધક અને સમ્યદૃષ્ટિપૂરક અનેકાંતાત્મક સર્વોદય સ્વરૂપનો સિદ્ધાંત છે. અનેકાંત અને સ્વાદ્વાદે અહિંસા ધર્મને સંપૂર્ણ બનાવ્યો છે. અનેકાંત દૃષ્ટિકોણ અને વિચાર મનુષ્યને એકાંગી અથવા એકતરફી થતા રોકે છે. અહિંસાના આચાર અને વિચાર એવા બે પક્ષો છે. એક છે શારીરિક માધ્યમથી જીવહિંસા ન કરવી અને બીજો પક્ષ છે વૈચારિક માધ્યમથી અનેકાંત અને એના માધ્યમથી સમન્વય ભાવનાને શક્તિશાળી બનાવવી. જ્યારે સમન્વય અને સહઅસ્તિત્વ મજબૂત થશે ત્યારે વૈચારિક અને વ્યવહારિક હિંસા તેની જાતે જ ઓછી થતી જશે.
કોઈ પણ વસ્તુ અથવા પરિસ્થિતિના બધા પાસાઓ, મતો, દૃષ્ટિકોણોને જાણ્યા પછી જ સત્યની શોધ વિવેકશીલ, સમ્યફ અને સાચી હશે. એ જ સાચું અને વિશુદ્ધ જ્ઞાન છે જે વિરોધાભાસો, તર્ક અને વિભિન્ન મત-મતાંતરોની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને પોતાને યથાર્થ સાબિત કરી શકે. જો આપણે માત્ર આપણા મત અથવા દૃષ્ટિકોણને જ સંપૂર્ણ સત્ય માની લઈએ તો સંભવ છે કે આપણે વસ્તુ અથવા સ્થિતિનો
99
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org