________________
અન્ય તીર્થંકર ભગવંતો
અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ વારાણસી નજીક આવેલા સિંહપુરી સારનાથના હતા. આજે અહીં એક શિખરબંધી જૈન મંદિરમાં કાળા પથ્થરની સાડા પાંચ ફૂટ ઊંચી શ્રેયાંસનાથની મૂર્તિ છે. સારનાથ બૌદ્ધધર્મનું પ્રમુખ કેન્દ્ર પણ રહ્યું છે. બારમા તીર્થંકર વાસુપૂજ્ય ચંપાપુરીના હતા, જ્યાં એમનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ થયાં. તેરમા તીર્થંકર વિમલનાથ કમ્પિલાના હતા. જે આજે ફરૂખાબાદ (ઉત્તરપ્રદેશ) તરીકે જાણીતું છે. ચૌદમા તીર્થંકર અનંતનાથ અયોધ્યાના હતા. એમના સમયથી અનંત ચતુર્દશીનું વ્રત રાખવાનું શરૂ થયું. પંદરમા તીર્થંકર ધર્મનાથ રત્નપુરીના હતા. સોળમા તીર્થંકર શાંતિનાથ હસ્તિનાપુરના હતા. આજે એ એક પ્રસિદ્ધ જૈન તીર્થ છે. અહીં ત્રણ જૈન તીર્થંકર શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ જન્મ્યા હતા. આ સ્થાનમાં તીર્થંકર ઋષભદેવે પહેલી ગોચરી લીધી હતી અને એ દિવસને અક્ષયતૃતીયા તરીકે ઊજવવામાં આવે છે. આ કૌરવો અને પાંડવોની રાજધાની પણ હતી. ઇતિહાસના કાળચક્રમાં અહીં મંદિરો બન્યાં, જીર્ણ થયાં અને ફરી બન્યાં. હવે અહીં મંદિરોનો મોટો પરિસર વિકસિત થઈ ગયો છે.
સત્તરમા તીર્થંકર કુંથુનાથ અને અઢારમા અરનાથ હસ્તિનાપુરના હતા. ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ મિથિલાપુરીના હતા. મિથિલા જનક રાજાની રાજધાની હતી. વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી રાજગૃહના મુનિસુવ્રતનાથના સમયમાં શલાકાપુરુષો રામ અને લક્ષ્મણ થઈ ગયા.
હતા.
એકવીસમા તીર્થંકર નમિનાથ પણ મિથિલાના હતા. હિંદુ પૌરાણિક પરંપરામાં એમને જનક રાજાના પૂર્વજ કહેવામાં આવ્યા છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં એમના ‘અનાસક્તિ યોગ'નું વિશદ વર્ણન છે અને એમના આધ્યાત્મિક ઝોકના કારણે એમનો વંશ અને રાજ્ય ‘વિદેહ’ કહેવાયાં.
બાવીસમા તીર્થંકર નેમિનાથ યદુવંશી હતા અને કૃષ્ણ ભગવાનના કાકાના દીકરા ભાઈ હતા. તેઓ શૌરીપુરના હતા. એના ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ છે. એમની વિશેષ પ્રસિદ્ધિ એટલે થઈ કે જ્યારે પોતાના વિવાહ માટે તેઓ રથમાં જતા હતા, ત્યારે ભોજન માટે બંધાયેલાં પશુઓ જોયાં અને એમની આક્રંદભરી ચીસોથી દ્રવિત થઈને એમણે વૈરાગ્ય ધારણ કર્યો. રાગમય વૈવાહિક વાતાવરણ વૈરાગ્યમય
Jain Education International
27
For Personal & Private Use Only
www.jainelibrary.org