________________
શ્રમણ પરંપરા
એનો જીવનનાં બધાં પાસાઓ સાથે જ્ઞાન-સમ્પન્ન સંપર્ક રહ્યો છે અને જૈનદર્શન પ્રજાકીય આસ્થાને અહિંસાની અખિલાઈ તરફ દોરી રહ્યું છે.
ઘણાં વર્ષો પછી આગમો લખવામાં આવ્યા. દ્વાદશાંગ ગ્રુત સંપૂર્ણ સુરક્ષિત ન રહ્યું, તે નિસંદેહ છે. ૧૨ અંગોમાંથી ૧૧ અંગ ઉપલબ્ધ છે. ૧૨મું અંગ “દૃષ્ટિવાદ ભગવાન મહાવીર નિર્વાણ પછી ૧૫૦-૨૦૦ વર્ષના ગાળામાં લુપ્ત થઈ ગયું.
જૈન ધર્મગ્રંથો અનુસાર જે દિવસે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું, એ રાત્રે એના મુખ્ય ગણધર ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૨ વર્ષ બાદ, જે દિવસે ગૌતમસ્વામીને નિર્વાણ પ્રાપ્ત થયું, ત્યારે ગણધર સુધર્માસ્વામીને કેવળજ્ઞાન થયું. ૨૦ વર્ષ પછી જ્યારે એમનું નિર્વાણ થયું ત્યારે બૂસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જંબુસ્વામી ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૧૪મા વર્ષે મોક્ષે ગયા. સુધર્માસ્વામીને શ્રુત પરંપરામાં મહાવીરવાણીના પ્રથમ ઉપદેશક માનવામાં આવે છે. જંબુસ્વામીએ એ પરંપરાને આગળ વધારી, પરંતુ એમના પછી કેવળી પરંપરા બંધ થઈ ગઈ.
જંબૂસ્વામી સુધી દિગંબર-શ્વેતાંબર પરંપરાનું એક રૂ૫ રહ્યું. ત્યાર પછી બંનેમાં ભેદ થયો. દિગંબર પરંપરામાં નદિ, નન્ટિમિત્ર, અપરાજિત, ગોવર્ધન અને ભદ્રબાહુ એ પાંચ શ્રુતકેવળીઓનો ઉલ્લેખ છે.
શ્વેતાંબર પરંપરામાં પ્રભાવ, શયંભવ, યશોભદ્ર, સંભૂતિવિજય અને ભદ્રબાહુ છે. બંને પરંપરાઓએ શ્રુતકેવળી ભદ્રબાહુસ્વામીનો સ્વીકાર કર્યો છે. એમનું વ્યક્તિત્વ સર્વતોમુખી હતું. એના પછી સંપૂર્ણ ૧૪ પૂર્વોથી જ્ઞાનસંપન્ન કોઈ થયું નથી. તેઓ ઇંદ્રભૂતિ ગૌતમ ગણધરના આઠમા પટ્ટધર હતા. ભદ્રબાહુ સ્વામી ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૧૭૦મા વર્ષે મોક્ષે ગયા. શ્વેતાંબર માન્યતા અનુસાર એના પછી આચાર્ય સ્થૂલિભદ્ર કેવળ ૧૦ પૂર્વોનું અર્થપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. ક્રમશઃ પૂર્વોનું જ્ઞાન લુપ્ત થતું ગયું અને આમ દૃષ્ટિવાદ નામનું બારમું અંગ સંપૂર્ણ લુપ્ત થયું. અગિયાર અંગ મુખપરંપરા રૂપે સુરક્ષિત રહ્યાં.
બિહારમાં ૧૨ વર્ષનો ઘોર દુષ્કાળ પડ્યો, ત્યારે ભદ્રબાહુસ્વામી ઈ. સ. પૂર્વે ૩૯માં સમ્રાટ ચંદ્રગુપ્ત (જેમણે ભદ્રબાહુ પાસેથી મુનિ દીક્ષા લીધી હતી) અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org