________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
ઉચિત-અનુચિતનો ખ્યાલ રાખ્યા વગર ભેગું કરવાની હાય-હાયની માયાજાળમાં ફસાઈને મનુષ્યનું મન અપવિત્ર થઈ જાય છે. અશુદ્ધિના પરિવારમાં તો લોભની સાથે ક્રોધ, માન, માયા પણ આવે છે.
પદ્મનદિ પંચવિશતિકા'માં કહેવામાં આવ્યું છે :
“જે બીજા પદાર્થો પ્રત્યે નિસ્પૃહ છે, બધાં પ્રાણીઓ પ્રત્યે જેમનું ચિત્ત અહિંસક છે અને જેમણે ગાઢ અંતરંગ મળને ધોઈ નાખ્યો છે એવું પવિત્ર હૃદય જ ઉત્તમ શૌચ છે.”
પવિત્રતા બાહ્ય અને અત્યંતર બે પ્રકારની છે. અંતરંગથી લોભ વગેરે કષાયોને દૂર કરવા એ અત્યંતર પવિત્રતા છે. મનુષ્યના જીવનમાં તુચ્છ પદાર્થનો લોભ પણ અનર્થકારક હોય છે અને લોભ બધા સદ્ગણોને ખત્મ કરી દે છે. બાહ્ય પવિત્રતા હોય છે, રોજબરોજના જીવનમાં પવિત્ર અને નિસ્પૃહ બનીને જીવવામાં, ખાવા-પીવામાં, રહેણીકરણીમાં અને અન્ય જીવનચર્યામાં. સ્વામી સમંતભદ્રએ “સ્વયંભૂસ્તોત્રમાં લખ્યું છે :
"तृष्णार्चिष: परिदहन्ति न शांतिरासा
મિદ્ધિાર્થ વિમવે. રવૃદ્ધિદેવ પીર ના અર્થાત્ “તૃષ્ણારૂપી જ્વાલા આ જીવને બાળી રહી છે. આ જીવ ઇન્દ્રિયોના ઇષ્ટ વિષય એકત્ર કરીને એનાથી તૃષ્ણાની જ્વાલાને શાંત કરવાનો પ્રયાસ કરે છે પણ એથી તેને શાંતિ થતી નથી. જે રીતે ઘીની આહુતિથી અગ્નિની વાલા શાંત થવાના બદલે વધુ પ્રજ્વલિત થાય છે એ જ પ્રકારે વિષયસામગ્રીથી તૃષ્ણારૂપી જ્વાલા વધુ પ્રજ્વલિત થાય છે. તેથી ઉત્તમ શુદ્ધતાનું પાલન કરીને તૃષ્ણાના પક્ષને નિયંત્રિત અને કમજોર બનાવી દેવો જોઈએ.'
મુનિશ્રી સમતાસાગરજીએ ખૂબ જ ભાવુક સહજતાથી આ ગુણને સમજાવ્યો છે: નવ કપના મન પવિત્ર હોતા હૈ (જ્યારે આપણું મન પવિત્ર હોય છે;) હર વેદરે પર અપના વિત્ર હોતા હૈ, (દરેક ચહેરા પર આપણું ચિત્ર હોય છે.) ફિર તુમ હી બી વલ્લે ગાડ્યો; (પછી તમે ક્યાંય પણ ચાલ્યા જાઓ.) નો મિનતા હૈ અપના રી મિત્ર હોતા હૈ (જે મળે છે આપણો જ મિત્ર હોય છે.)
194
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org