________________
જૈન ધર્મ: વારસો અને વૈભવ
અને અન્ય સારા સંસ્કારી ગ્રંથોનું અધ્યયન; (૧૧) આરાધના અને ધ્યાન; (૧૨) જૈન શાસ્ત્રોમાં બતાવાયેલી યોગ-પ્રક્રિયાઓનું પાલન.
“મૂલાચાર સમયસારમાં વઢ઼કર સ્વામી કહે છે કે –
“શાસ્ત્રનો નાનો કે મોટો જાણકાર હોય, જે ચારિત્રથી સંપન્ન છે તે જ સંસારને જીતે છે. જે ચારિત્રથી રહિત છે, એને બહુ શાસ્ત્રો જાણવાથી શું લાભ છે ? સાચા સુખનું મુખ્ય સાધન આત્માનુભવ છે.”
थोवहिम सिक्निदे जिणई, बहुसुदं जो चरित्त संपुण्णो ।।
जो पुण चरित्त होणो, किं तस्स सुदेण बहुएण ।। રત્નત્રયની પ્રાપ્તિથી જ સાંસારિક માયાજાળ અને કર્મબંધનથી છુટકારો મળી શકે છે. દૈનિક જીવનમાં નૈતિકતા વધારવા માટે રત્નત્રયની વિવેકદૃષ્ટિ મુખ્ય ફાળો આપી શકે. આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિએ મોક્ષપ્રાપ્તિને માટે આનું મહત્ત્વ ધર્મગ્રંથોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.
જેની પ્રાપ્તિ આધુનિક યુગમાં માત્ર મુનિઓ કે સંતોને જ થાય છે તેને આપણે ખાલી સૈદ્ધાંતિક કે અસ્પષ્ટ ધર્મતત્ત્વ સમજવું ન જોઈએ. રત્નત્રયને અંગીકાર કરવાથી આપણને સાચું જ્ઞાન અને સાચી ભક્તિના સુમેળનો જીવનમાં અનુભવ થશે. એની વિસ્તૃત વ્યાખ્યામાં વ્યાવહારિક જીવનના બધા સંશય, મુશ્કેલી, મર્યાદા અને બાધાઓને સમજી તેનાથી છુટકારો કેમ થાય તે દર્શાવ્યું છે.
એક બીજી વાત આપણે રત્નત્રયથી શીખીએ છીએ અને તે એ છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એકબીજા સાથે અભિન્ન રૂપથી જોડાયેલાં છે. જો આપણું દર્શન અને જ્ઞાન શુદ્ધ છે, મિથ્યાત્વ દૂષિત નથી તો આપણી પ્રવૃત્તિઓ અને ચારિત્રમાં પણ આપણે મિથ્યાત્વને આવવા દઈશું નહીં. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર આપણા જીવનના એવા રડાર (નિયંત્રણયંત્રો) બની શકે છે જે આપણને જીવનમાં દરેક પગલે ભ્રષ્ટ, વિકૃત અને કષાયયુક્ત થવાથી બચાવે.
જૈન ધર્મની અધ્યાત્મસંસ્કૃતિનો સાર એ છે કે કર્મવાદના રહસ્યને સમજવાને માટે અને જીવન-મરણના આ ચક્રથી મુક્તિ મેળવવાને માટે સમ્યક ધર્મનો માર્ગ અનુસરવો અત્યંત આવશ્યક છે. જૈન ધર્મ ગહન તત્ત્વજ્ઞાનથી
164
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org