________________
પ
યોગ દ્રષ્ટિના અજવાળાં ભાગ - 3 શુભભાવ અને શુભપ્રણિધાન સતત કરતા રહેવું એ ભાવપૂરક છે અને આ ત્રણેને આત્મામાં સ્થિર કરવા તે ભાવ કુંભક છે. દ્રવ્યપ્રાણાયામ કરવાથી થોડા સમય માટે અશુભ પ્રવૃત્તિ અને અશુભભાવોનો રેચ થતો દેખાય છે પરંતુ તેનાથી અંદરમાં પડેલ અશુભપ્રણિધાન - અશુભ ઉદ્દેશ નીકળતો નથી અને તેથી આત્મામાં ક્ષયોપશમભાવ - શુભ પ્રણિધાન - શુભ ઉદેશ કે જે શુભભાવ અને શુભ આચારનું મૂળ છે તે પ્રાપ્ત થતા નથી જ્યારે તત્વષ્ટા જ્ઞાની પુરુષોએ તો સાધુ અને શ્રાવકની દિનચર્યા જ એવી ગોઠવી દીધી છે કે જેમાં સતત ક્ષયોપશમભાવ - શુભ પ્રણિધાન બનેલું રહે. શુભ પ્રણિધાન, શુભ ઉદ્દેશ અને ક્ષયોપશમભાવ એ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. અને પંચાચારનું પાલન એ વ્યવહારથી મોક્ષમાર્ગ છે. . જેન શાસ્ત્ર નિર્દિષ્ટ સાધુપણાની ચર્યામાં સંસારના આરંભ સમારંભનો ત્યાગ, સંસારની પ્રવૃત્તિનો ત્યાગ, સ્વજનોનો ત્યાગ, ગુરુકૂલવાસ સેવન, ગુરુવિનય, પંચાચાર પાલન, બ્રહ્મચર્ય અને તેની નવવાડનું પાલન, વૈરાગ્યા અને આચારગ્રંથોનું અધ્યયન, સતત સ્વરૂપનું લક્ષ્ય, બાહ્ય-અત્યંતર તપ, વિહાર, લોચ, નિર્દોષ ચર્યા, કઠોર ચર્યા આ બધી ચીજ જ એવી છે કે જે અંદરમાં અનાદિકાળથી ચાલી આવતા અશુભ પ્રણિધાનને તોડી નાંખીને અશુભ પ્રવૃત્તિ અને અશુભભાવના રસને નીચોવી નાંખે છે અને આત્મામાં શુભ પ્રણિધાન એવું દૃઢ કરે છે કે જેથી શુભ આચાર અને શુભભાવ સહજ રીતે ચાલ્યા કરે અને તેથી આત્મામાં સહજ રીતે જ વિશિષ્ટ, વિશિષ્ટતર ક્ષયોપશમભાવ બનતો આવે અને આવો ક્ષયોપશમભાવ એ મોક્ષમાર્ગ છે અને તેને આત્મામાં સ્થિર બનાવવો તે ભાવકુંભક છે.
તે જ રીતે શ્રાવક પણ પોતાને માટે બનાવેલા આચાર માર્ગને વળગી રહે, અભારંભી અને અલ્પ પરિગ્રહી બને અને પુણિયાશ્રાવકની જેમ સંતોષી બનીને જીવે તો તે પણ મોક્ષમાર્ગ આરાધી શકે છે, ભાવ પ્રાણાયામ પામી શકે છે. વૈરાગ્યના બળે સંસારની અનિષ્ટતાની જાગૃતિ પૂર્વક જ્યારે અંદરથી વૃત્તિઓ. શાંત થઈ જાય છે. ક્ષીણ થઈ જાય છે. જગતના આકર્ષણો - વિશેષતાઓ નીકળી જાય છે ત્યારે અંદરથી સુંદર ક્ષમા, સંતોષ, નમ્રતા વગેરે ગુણોની પરિણતિ રૂપ ક્ષયોપશમભાવ તૈયાર થાય છે અને આ ક્ષયોપશમભાવ તે મોક્ષમાર્ગ છે તે ભાવ કુંભક પ્રાણાયામ છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ બંનેનો પરસ્પર સંબંધ
જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના ભાવપ્રાણ છે તે મોક્ષમાં પરમ વિશુદ્ધ બનેલા છે અને તેથી જ સિદ્ધાવસ્થામાં ત્રણેનો અભેદ છે. એ ત્રણેનો અભેદ થતાં આત્મામાંથી કર્મમાત્ર ખરી પડે છે અને આત્મા પૂર્ણાનંદને પામે છે. કેવલજ્ઞાનના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org