________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ - 3 આમ જૈન શાસનના દીર્ઘદ્રષ્ટા ધૂરંધર જ્ઞાની પુરુષોએ સાધુ અને શ્રાવકોના આચારો અને દિનચર્યાની ફ્લેગુંથણી જ એવી રીતે કરી છે. કે જે સર્વત્ર ભાવ પ્રાણાયામ અને તેના કારણોથી વ્યાપ્ત હોવાથી તેમાં દ્રવ્યપ્રાણાયામનો કોઈ વિઘાત નથી. એ સહજ-સિદ્ધ છે.
૫-૧૦ મિનિટ વિશ્રામ કરવો, સ્વાધ્યાય કરવો, ઇચ્છાને અંકૂશમાં રાખવી, ઉતાવળે ચાલવું નહિં, ઉતાવળે બોલવું નહિં, વિકારી નજરે જોવું નહિં, વિકારી દૃશ્યો જોવા નહિ, ઉદ્ભટ વેશભૂષાનો ત્યાગ કરવો, અકલ્યાણમિત્રના પરિચયનો ત્યાગ કરવો, માતા-પિતાદિ-વડિલોનો વિનય કરવો તેમને બહુમાનની નજરે જોવા, દેવ, ગુરુના સાંનિધ્યમાં રહેવુ, તેમની ભક્તિ કરવી. આ બધું ભાવપ્રાણાયામ છે જે દ્રવ્ય પ્રાણાયામને નિયંત્રિત રાખે છે, વિષમ થવા દેતા નથી.
અચરમાવવર્તીને દ્રવ્ય પ્રાણાયામ હોય ભાવ પ્રાણાયામ નહિ.
જૈન શાસન ભાવ પ્રાણાયામ રુપ છે જેમાં દ્રવ્ય પ્રાણાયામની અપ્રધાનતા છે. પરંતુ નિષેધ કે ખંડન નથી. આ વાત વાચક વર્ગે ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. જૈન શાસનના આ મર્મને નહિ પામનારા આત્માઓ શાસ્ત્રોમાં દ્રવ્ય પ્રાણાયામનું વર્ણન નહિ જોવા મળતું હોવાથી તેનું ખંડન કરવા લાગી જાય તો તે જૈનશાસ્ત્રોના મર્મ પ્રત્યેની તેમની અનભિજ્ઞતા છે. શાસ્ત્રમાં જોવા નથી મળતું તેટલા માત્રથી વસ્તુ ખંડનીય બનતી નથી અને શાસ્ત્રમાં મળે તેટલા માત્રથી એકાંતે તે ગ્રાહ્ય બનતી નથી પણ સર્વત્ર સમન્વય દૃષ્ટિ અપનાવી સમાધાનકારી વલણ કેળવવું એજ ઉચિત છે.
આ દૃષ્ટિમાં અશુભ ભાવોનો રેચ થાય છે અર્થાત્ બહુલતયા અશુભ ભાવો સ્પર્શતા નથી કવચિત્ થાય તો હેયબુદ્ધિ પૂર્વકના થાય છે. તેમાં ઉપાદેય બુદ્ધિ થતી નથી. શુભભાવોનું ઉપાદેય રૂપે ગ્રહણ થવું તે પૂરક છે અને તેને તે રૂપે ધારી રાખવું તે કુંભક છે. તે આ રીતે
ભાવપ્રાણાયામ :
ભાવપ્રાણાયામમાં પણ રેચક, પૂરક અને કુંભક હોય છે તેમાં અશુભ આચારો, અશુભવિચારો અને અશુભપ્રણિધાન-અશુભ ઉદ્દેશનો ત્યાગ હોય છે અશુભઆચારો અને અશુભવિચારો એ આગંતુક અશુભભાવ છે તેનું મૂળ આત્મામાં પડેલ વિષય અને કષાયમાં સુખબુદ્ધિરૂપ અશુભપ્રણિધાન છે. આ અંદરમાં રહેલા અશુભ પ્રણિધાનના બળ ઉપર જ અંદરમાંથી અશુભઆચાર અને અશુભવિચાર ચાલ્યા આવે છે માટે અશુભભાવો અને અશુભ આચારોને અટકાવવા હોય તો અંદરમાં પડેલ અશુભ પ્રણિધાનનો નાશ કરવો જોઈએ. ઉપરોક્ત ત્રણે ચીજોનો ત્યાગ કરવો એ ભાવરેચક છે. શુભપ્રવૃત્તિ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org