________________
યોગ દ્રષ્ટિનાં અજવાળાં ભાગ – ૩
હોય છે તેમ અત્યાર સુધી નહિ અનુભવેલા અનુભવની સ જતા આત્મપથિકને કેટલીક તૈયારી અને કેટલીક સૂચના આપવી પડે તેવી સૂચના ચોથી દૃષ્ટિમાં છે. જ્યારે ચોથા પછીની દૃષ્ટિઓ અતિવિકસિત છે. અનુભવ ગમ્ય છે. જ્ઞાના અને આચારમાં પણ સ્થિત છે. ત્યાં જે કહેવાનું છે તે બધું અંશે અંશે અનુભવાય છે. જેમાં કોલેજના બુદ્ધિમાન વિદ્યાર્થીને બહુ વિવેચનની જરૂર હોતી નથી. તેને માટે ઈશારો કાફી છે. તેના જેવું પાછળની દ્રષ્ટિમાં છે.
ટૂંકમાં પહેલી ત્રણ દૃષ્ટિમાં બોધ અવિકસિત હોવાથી તેમજ આચાર અને ભાવના દ્વારા આત્મા ઉપર સંસ્કરણ ન થતું હોવાથી તેઓ મોહને પોતાનું ઘર માને છે. આત્મસ્વરૂપ અંશથી જ માત્ર ખૂલેલું છે તેથી ત્યાં વિશેષ વર્ણન શું કરવાનું હોય ? તેમ જ પાછલી દ્રષ્ટિમાં જીવ વિરતિ અને સ્વરૂપને પોતાનું ઘર માને છે એટલે ત્યાં પણ વિશેષ વર્ણનની આવશ્યકતા ગ્રંથકારશ્રીને નહિ લાગી હોય એમ લાગે છે.
ગાથાર્થ - ચોથી દૃષ્ટિ દીપ્રા નામની છે. ત્યાં પ્રાણાયામ નામનું યોગનું ચોથું અંગ પ્રાપ્ત થાય છે. ઉત્થાન નામનો દોષ આ દૃષ્ટિમાં ટળે છે. અને તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટ થાય છે તેમ જ સૂક્ષ્મબોધથી રહિત આ દૃષ્ટિ છે.
વિવેચન :- મિથ્યાત્વના દલિકોમાંથી મોહનો ઘણો બધો રસ નીકળી જાય ત્યારે જીવને આ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. પહેલી ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં બોધ અધિક અર્થાત દેદીપ્યમાન હોય છે. દીપકની પ્રભા જેવો હોય છે માટે દીપ્રા દૃષ્ટિ કહેવાય છે. અહિંયા બોધ વધવાથી આત્મા ઉપર સંસ્કાર પડે છે. પટુ સ્મૃતિ હોય છે. અનુષ્ઠાન કાલે ઉપયુક્તતા પણ હોય છે છતા મિથ્યાત્વ હોવાથી દ્રવ્યક્રિયા કહેવાય છે. યોગનું ચોથું અંગ પ્રાણાયામ આ દ્રષ્ટિમાં :
પ્રાણાયામના બે ભેદ છે. દ્રવ્ય પ્રાણાયામ અને ભાવ પ્રાણાયામ. શ્રીપતંજલિ પ્રાણાયામથી દ્રવ્ય પ્રાણાયામને પણ સ્વીકારે છે. તેમાં રેચક, પૂરક અને કુંભક ત્રણ અવસ્થા હોય છે. અંદરમાં રહેલા અશુદ્ધ વાયુને બહાર કાઢવો તે રેચક. બહારના શુદ્ધ વાયુને અંદરમાં લઈ જવો તે પૂરક અને તેને અંદરમાં ધારી રાખવો ને કુંભક. દ્રવ્ય પ્રાણાયામના લાભ
પ્રાણ અને મનનો પરસ્પર સંબંધ છે. પત્ર મન: તત્ર પવન: યત્ર પવન: તત્ર મ: | પ્રાણ ઉપર કંટ્રોલ કરવા દ્વારા મનનું નિયમન કરવું તે યોગદર્શનની પ્રક્રિયા છે જે હઠયોગ સ્વરૂપ છે. જ્યારે ભાવના વગેરે દ્વારા મનને શુદ્ધ કરી પ્રાણની ગતિને શાંત અને સ્થિર કરવી તે રાજયોગની પ્રક્રિયા છે. પ્રાણને રોકવાથી અર્થાત કુંભક પ્રાણાયામ કરવાથી પ્રાણ સ્થિર થતા મનનું પણ નિયમન થાય છે અને તેથી અંદરના આવરણો તૂટતાં જીવને જ્ઞાનનો ક્ષયોપશમાં થાય છે તે જ રીતે કુંભક અવસ્થામાં કરેલ અરિહંતનો જાપ કે અર્ધનું ધ્યાન
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org