________________ વિદૂષકની ઉત્પત્તિ એવું લાગે છે. આમ, ઇન્દ્રાણી તેના ઉપર કેમ ચિડાય છે તે સ્પષ્ટ થાય છે; તેમ જ દાસ હોવા છતાં પિતાના અનુરક્ત ભક્ત વિશે ઈન્દ્ર કેમ આત્મીયતા અનુભવે છે તે જણાઈ આવે છે. ઈન્દ્ર અને વૃષાકપિના પરસ્પર સ્નેહસંબંધનું આ અત્યંત સામાન્ય કારણ હોઈ શકે. 15 તેના ઉપરથી સંસ્કૃત નાટકના નાયક અને વિદૂષકની મૈત્રીનો સંબંધ ઇન્દ્ર અને વૃષાકપિ જોડે જોડવ અતિશય દૂરાન્વિત થશે એમ આપણે કહી શકીયે. વૃષાકપિએ ઇન્દ્રાણીના ઘરની સુંદર અને કીમતી વસ્તુઓને બગાડ કર્યો એવી ફરિયાદ આ સૂક્તમાં નોંધવામાં આવી છે. ઈન્દ્રાણની આ તકરાર કદાચ ખરી હેય, અથવા દેષને કારણે ઇન્દ્ર પાસે આવી બનાવટી ફરિયાદ તેણે કરી હોય, અથવા વૃષાકપિને ત્રાસ વાસ્તવિક છે એમ માની લઈએ તે પણ તેથી તેના આ મસ્તીખોર સ્વભાવને સંબંધ વિનદી પાત્ર સાથે કેવી રીતે જોડી શકાય ? વૃષાકપિ વિવાહિત છે. ઇન્દ્રાણી વિશે તેના મનમાં અભિલાષા છે (ચા ૭મી). તે ઇન્દ્રાણીની તકરારને લીધે બહાર જવા તૈયાર હોવા છતાં, ઇન્દ્ર તે બંનેને સમજાવીને વૃષાકપિને પોતાની પાસે રાખી લે છે. સૂક્તમાંના આ વૃષાકપિ જેડે અભિજાત સંસ્કૃત નાટકમાંના વિદૂષકને કોઈ પણ પ્રકારનો સંબંધ હોય એવું લાગતું નથી. કદાચ, તેને કદરૂપે ચહેરા (વિશેષતઃ તે કપિ હોવાનો ઉલ્લેખ), અને તેનું અશ્લીલ પણ જડબાતોડ ભાષણ, એ બે વસ્તુઓ પરથી તેને અને વિદૂષકને સંબંધ પ્રસ્થાપિત કરવાને મોહ વિદ્વાનને થયે હવે જોઈએ. કાલિદાસ જેવા નાટકકારોએ વિદૂષકને વાંદરા જેવો ચિતર્યો હોય, તે પણ તે તેની શારીરિક વિકૃતિને ભાગ હેઈ, તેમાંથી નિષ્પન્ન થતા હાસ્ય સિવાય તેમાં બીજે કઈ હેતુ હોય એવું લાગતું નથી. વિદી પાત્રની એકાદ શારીરિક ખોડને તેના હાસ્ય સાથે જોડવાની લેખકેની ટેવ જ હોય છે, અને તેથી વિદૂષકને વાંદરા સાથે સંબંધ જોડવાની કેઈ આવશ્યકતા નથી. કિં બહુના, સંસ્કૃત નાટકમાં વિદૂષકની શારીરિક વિકૃતિ જુદા જુદા સ્વરૂપની બતાવવામાં આવી છે. આમ, વૃષાકપિને વિદૂષકની મૂળ પ્રકૃતિ માની શકાય નહીં. ' () ઉપર બતાવેલી અનેક ઉપપત્તિઓ પૈકી એક પણ ઉપપત્તિ ડો. કીથ સ્વીકારતા નથી. સંસ્કૃત નાટકોને ઉદય ધાર્મિક વાતાવરણમાં થયો એ સિદ્ધ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે, પરંતુ તેથી તેને આરંભ શોધવા માટે અદમાંના સંવાદસૂક્તો સુધી જવાની કઈ જરૂર તેમને લાગતી નથી. સંવાદસૂક્તનું સ્વરૂપ ઘણું જ અસ્પષ્ટ હોવાને કારણે તે ઉપરથી કાઢેલો નિષ્કર્ષ સર્વસંમત થો કઠણ છે, અને તેથી સંસ્કૃત નાટકનું મૂળ ઋવેદમાં નહીં પણ યજ્ઞવિધિમાં