________________ હતું. તેને પણ લાવા મળ્યા હતાં, એટલે એ તે આ લાડવા લે જ નહીં. કોઈ વટેમાર્ગ પણ લઈ શકાય નહીં, કારણ કે સામાન્ય રીતે બહાર નીકળેલો પ્રવાસી ભાથ લીધા વગર પ્રવાસે જાય જ નહીં. આમ લાડવા યુવ' થયા તેનું કારણ શું હોઈ શકે? તે આમતેમ લાડવાની તપાસ કરે છે. સામે એક શિવજીની મૂર્તિ જણાય છે, અને તેના પગ પાસે લાડવાને પડી જણાઈ આવે છે. ખરી રીતે પિતાને આ લાડવા કાત્યાયનીના પ્રસાદ તરીકે મળ્યા હતા. કાત્યાયની એ પિતાની પત્ની એમ માની શિવજીએ આ પડિ ઉંચકી લીધે હેવો જોઈએ એમ ને માને છે. આમ તે શિવજીને જ ચેર બનાવે છે. અને તેની પાસે પોતાના લાડવા માંગે છે ! તે વખતે બપોર થયેલી હોય છે. તડકાને તાપ સહન ન થવાને લીધે તે પોતાની આંખો ચોળે છે અને પછી જુએ છે ત્યારે તેને પોતાની ભૂલ જણાઈ આવે છે. શિવજીના પગ પાસે જેએલા લાડવા એ ખરા લાડવા ન હતા. એ તે. કેઈ ચિત્રકારે ચિતરેલું સુંદર ચિત્ર હતું ! તેથી ભલે તે નિરાશ થાય, તે પણ જેમ તર્કશુદ્ધ વિચારે કરવા એ તેના સ્વભાવમાં છે તેમ ચિત્રકારની કલાને પ્રશંસવાની રસિકતા પણ તેનામાં છે. તે પોતાની જાતને હસે છે, અને ચમકતા સુંદર રંગો વાપરી આબાદ ચિત્ર દોર્યા બદલ તે ચિત્રકારને શાબાશી આપે છે. વિદૂષકને વેશ ભલે ભિખારીને હેય, તેનું બોલવું જરા અસભ્ય હોય, તેનું શૌર્ય બનાવટી હોય તે પણ એ બધું નાટક છે, કારણકે આ વિદૂષક તે બીજે કઈ નહીં પણ રાજા ઉદયનને મિત્ર વસંતક જ હોય છે. ઉજજયિનીના રાજા પદ્યોતે લાકડાના હાથીની બનાવટી રચના કરી, તેમાં છૂપા સૈનિકે ભરી ઉદયનને પોતાની રાજધાનીમાં આણ્યો હોય છે. તેને છોડાવવા માટે મુખ્યમંત્રી યૌગન્ધરાયણ, રૂમરવાનું અને મિત્ર વસંતકની ત્રિપુટીએ અનુક્રમે શ્રમણક, ઉન્મત્તક અને ભીખારીનો વેષ કર્યો હોય છે. અને તેઓ અહીં ઉજજયિની માં આવ્યા હોય છે કારાવાસમાં જઈ પિતાની બાજી ઉદયનને સમજાવવાનું કામ વસંતકને સોંપવામાં આવ્યું હોય છે. તે પ્રમાણે તે ઉદયનને મળે છે, ત્યારે તેને ખબર પડે છે કે ઉદયન તે પ્રદ્યોતની કન્યા વાસવદત્તાના પ્રેમમાં ફસાયે છે, કારાવાસને પ્રમદવનમાં ફેરવી નાંખી ઉદયને પ્રેમની રમત શરૂ કરી છે ! આ વાત જાણી વસંતક ગુસ્સે ભરાય છે. ઉદયનને છોડાવવાના પિતાના પ્રયત્નો ઉપર પાણી ફરી વળેલું જોઈ ત્રણે જણ નિરાશ થાય છે. વસંતક તે ઉદયનને છોડીને પાછા જવાનું કહે છે, ત્યારે યૌગધરાજણ તેને કહે છે કે,