________________ ખાનસ ર૭૫ - - આપે છે. તેથી નાયક અને નાયિકા વચ્ચે એક પ્રકારનું બંધન નિર્માણ થાય છે. તેવી જ પરિસ્થિતિ ચિત્રલેખની બાબતમાં “ય છે. નાયકની પ્રેમવિહવલતા તે નાયકની ધાત્રીને સમજાવીને કહે છે, અને તેથી તેની પાસેથી ચિત્રલેખ લઈ નાયકને આપી આવે છે. એટલું જ નહીં પણ ધાત્રી તરફથી તે નાયકને સાંત્વન આપી ધૈર્ય રાખવાનું કહે છે. તે નાયકને નાયિકાનું ચિત્ર દોરવા પ્રેરે છે. તેને લીધે નાયિકા વિશેની નાયકની પ્રેમભાવના દૃઢ થાય છે, અને આમ અપ્રત્યક્ષ રીતે ખાનસ નાયકને મદદ કરે છે. નાયિકાનું મન વળાવવાનું કામ ધાત્રીને કરવાનું હોય છે. પણ એક જ ચિત્રફલક ઉપર, નાયિકાએ દોરેલા નાયકના ચિત્ર પાસે હવે નાયકે નાયિકાનું ચિત્ર દેર્યું હોવાને લીધે, એ ચિત્રલેખ નાયક અને નાયિ. કાના મિલનનું પ્રતીક બને છે. તે જ પ્રમાણે રત્નાહારને પણ પ્રેમચિહ્નનું મહત્વ પ્રાપ્ત થાય છે. વખાનસ પુરોહિત પાસેથી હાર લઈ આવે છે, અને તે નાયકને આપે છે, આમ નાયકના પ્રેમ સાફલ્યમાં વૈખાસ મહત્વની કામગીરી બજાવે છે. અભિજાત નાટકમાં જણાઈ આવતાં વિદૂષકની તુલનામાં વૈખાનસનું પાત્ર તદ્દન ફિકકું લાગે છે. કાલિદાસના માણવક અને માઢવ્યની માફક વૈખાનસ ભજનપ્રિય છે. તેમણે કરેલા વિનોદની તે પુનરાવૃત્તિ કરે છે. ખાનસ મૂખ છે. પણ તેની મૂર્ખતાનો ઉપયોગ હાસ્યનિમિતિ માટે અથવા તે કથાવિકાસ માટે થઈ શક્યો નથી. નાયક વિશે તેના મનમાં લાગણીઓ હશે, પણ તેની ભાવનાઓમાં કયાંયે ઉદાત્તતા જણાતી નથી. “પ્રતિજ્ઞાયૌગધરાયણમાં કારાવાસમાં રહેલા ઉદયનની મુલાકાત લેવાનું મહત્ત્વનું કામ યૌગધેરાયણ વસંતકને સોપે છે, અને તે એ કામ બહુ કુશળતાથી કરે છે. અહીં અમાત્ય મંત્રગુપ્ત નાયકની ધાત્રીને મળવાનું કામ વૈખાનસને સોંપે છે પણ તે માટે વૈખાનસને કેાઈ કષ્ટ વેઠવાં પડતાં નથી. મનને આનંદ આપી મુક્તહાસ્ય નિર્માણ કરનારું વિદૂષકનું બાઘાપણું, અથવા આપણને આશ્ચર્ય પમાડે એવી એના વિનોદબુદ્ધિ આપણને વૈખાનસમાં જોવા મળતી નથી. સંસ્કૃત નાટકની રૂઢિ પ્રમાણે નાયકને એક વિદૂષક મિત્ર હોવો જોઈએ એ નિયમાનુસાર વૈખાનસનું પાત્ર ચિતરવામાં આવ્યું છે.