________________ 16 મહેદર कथ अद्य नर्तितव्यम् / अथवा ईटशी एव दुजीविका शैलूषोपजीवकानाम् / -અશ્રુતદર્પણ, પ્રસ્તાવના, વિદૂષક न केवलं मम कामतंत्रेषु सचिवः, अपि तु महाराज्यतंत्रेषु अपि / –અભૂતપણ, 6, મહાદેવ કવિએ લખેલા, રામાયણકથા ઉપર આધારિત “અભુતદર્પણ નામના ઉત્તરકાલીન સંસ્કૃત નાટકમાં વિદૂષક એક નટ તેમ જ નાટકની એક પાત્ર તરીકેની બેવડી ભૂમિકા ભજવતા જણાય છે. નાટકની પ્રસ્તાવનામાં જ તે પ્રવેશ કરે છે. તેને સુત્રધાર સાથે જે સંવાદ થાય છે તે પ્રમાણે વિદૂષકનું કામ કરતા નટનું નામ રેમન્થક હોય છે. તેને વિદૂષકનું–રાવણના “મહાદર' નામના નર્મસચિવનુ–કામ સેંપવામાં આવે છે. સૂત્રધારને બ્રાહ્મણના સ્વભાવને પૂરે ખ્યાલ હેવાને લીધે, પહેલેથી તે તેને લાડવા જમાડી નાટકમાં કામ કરવા માટે તૈયાર કરે છે. તેથી વિદૂષક ખુશ થાય છે, કારણકે પૂર્વરંગ શરૂ થાય તે પહેલાં, બ્રાહ્મણ તરીકે તેની પેટપૂજા કરી અગ્રપૂજાનું માન તેને આપવામાં આવે છે. પરંતુ તેની ફરિયાદ એ છે કે પેટ ભર્યા પછી રંગભૂમિ ઉપર કામ કરવું તેને ઝાઝું પસંદ નથી. પેટ માટે વેઠ કરવી પડતી હોવાને લીધે તેને આ નટને ધધે પસંદ નથી. સૂત્રધારને જ રંગભૂમિ ઉપર નાચવાની “પડી છે” એમ કહી તે સૂત્રધારને લાગી આવે એવા શબ્દો બોલે છે. પરંતુ સૂત્રધાર એને સમજાવતાં કહે છે કે તેને (વિદૂષકને) પાંચમાં અંકમાં રાવણ પ્રવેશે ત્યાં સુધી કોઈ કામ આપવામાં આવ્યું નથી, તેમ જે તે બ્રાહ્મણ હૈવાને લીધે તેને અગહારનું—એટલે કે મૃત્યેનું કામ આપવામાં આવ્યું નથી. તેને તે ફક્ત થોડા સંવાદો જે બેલવાના છે. આ પ્રમાણેનું આશ્વાસન મળ્યા પછી વિદૂષકને શૈડી ધીરજ મળે છે, અને પિતાનું કામ આવે ત્યાં સુધી “જરા આડો પડવા” તે અંદર ચાલ્યા જાય છે. તે પ્રસ્તાવનામાંની નાની ભૂમિકામાં પણ, ખાઉધરાપણું સન્માન માટેની લાલસા, શરીરને ત્રાસ ન આપવાની વૃત્તિ–જેવી વિદૂષકની વિશેષતાઓ નાટકકારે બતાવી છે. પાંચમાં અંકમાં મહેદરની ભૂમિકામાં રમન્થક બે હાથ વડે પોતાનું મેટું પેટ પંપાળ પંપાળતે રંગભૂમિ ઉપર પ્રવેશે છે. માંસ, ચરબી, લાડવા