Book Title: Vidushak
Author(s): Govind Keshav Bhatt
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 316
________________ મહોદર 299 બચે શું જાણી શકે ?" આમ તે રાવણને સાંત્વન આપે છે. તે રાવણના પરાક્રમનું વર્ણન કરી તેની પ્રસંશા કરે છે. આ રીતે રાવણને ખુશ કરવા તે ઘણું પ્રયત્ન કરે છે. પરંતુ માયાનાટકની કથા રાવણને સુખ આપે તેવી નથી. રાવણને ધીરે ધીરે થતો અધ:પાત, તેમ જ તેના સૈનિકોને વિનાશ એ નાટકમાં બતાવવામાં આવ્યું હતું. તેથી રાવણ ત્રિજટા અને સરમા ઉપર ખિજાય છે. તેમણે તેને છેતર્યો છે એવું તે માને છે. તેથી તે તેમને મારવા દોડે છે. રાવણનું મન કોઈપણ બાબતમાં પરોવી રાખવાને મહેદર પ્રયત્ન કરે છે, પણ તેના પ્રયત્ન આખરે કયાં સુધી ચાલે ? ત્રિજટા અને સરમાની કેાઈ ખેર ન હતી ! રાવણે તેમને સહેલાઈથી અંત કર્યો હોત, પરંતુ માયા નાટકમાં કુંભકર્ણ અને ઇન્દ્રજિતને વધ થયેલ જોઈ રાવણને આઘાત પહોંચે છે, અને તે મુચ્છ ખાઈ પડે છે. તેથી ત્રિજટા અને સરમા તે વખતે બચી જાય છે. મહાદર રાવણને સાંત્વન આપે છે. તે પછી રાવણ તરત જ યુદ્ધભૂમિ ઉપર જાય છે. યુદ્ધભૂમિ ઉપર જતાં પહેલાં રાવણ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે, અને એ નિમિત્તે બધા બ્રાહ્મણને સ્વસ્તિવાચન આપવામાં આવે છે. પિતાને ભાગે આવેલા સ્વસ્તિવાચનને લાડવા ખાઈ પાછા આવવાનું મહેદર તેને આશ્વાસન આપે છે. પરંતુ રંગભૂમિ ઉપર આવવાને મહેદર માટે કોઈ પ્રસંગ આવત નથી. યુદ્ધમાં રાવણ હારે છે. રામ બધા રાક્ષસને નાશ કરે છે, પરંતુ તેમણે પિતાનું વર્તન સુધારવું જોઈએ એવું નાટકમાં કહેવામાં આવ્યું છે. આમ મહે-- દરને ફરી રંગભૂમિ ઉપર આવવા કોઈ લક રહેતી નથી. . કે ." - ખરી રીતે, મહદર મુખ્યતઃ કામતત્રસચિવ છે. તે રાજનીતિનું પણ સારું જ્ઞાન ધરાવે છે, તેની વિદૂષકની ભૂમિકા કૃત્રિમ લાગે છે. પરંપરાને એનું સરીને તેને વિદૂષક બનાવવામાં આવ્યું હોય તો પણ તેમાં વિષકના પ્રાણું નથી !

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346