________________ - મહોદર 2 જીતેલી સ્ત્રીઓને વશ કરવામાં મહેદરને સંપૂર્ણ સફળતા મળી છે. મહેદરની એ શક્તિ ધ્યાનમાં લઈ રાવણુ તેને પિતાની મેળે, અથવા વિદ્યુજિવને મદદ કરી, સીતાને વશ કરવાનું કામ સેપે છે. રાવણ સીતાને મેળવવા તલસે છે. એક સહચર તરીકે મહેદર હંમેશા તેની સાથે રહે છે. સહચર તરીકેની પિતાની ભૂમિકા ભજવતી વખતે મહેદર જે કામ કરે છે, તે દ્વારા તેની બુદ્ધિમત્તા અને હોંશિયારી જણાયા વિના રહેતાં નથી. મહાદરનું કહ્યું રાવણે માન્યું છે તે તેને વિનાશ થતો અટક હેત. સીતાને વશ કરી પોતાની કામતૃપ્તિ કરવા કરતાં, એ કામેચ્છાને છે અંત આવશે તેને પિતે વિચાર કરવો જોઈએ એવું તે રાવણને કહે છે. સીતાને મેળવવાની રાવણની ક૯પના અંધકાર અને પ્રકાશના સંગની કલ્પના કરવા બરાબર છે એમ તે માને છે. મહેદર રાવણ સાથે એ વિશે જે ચર્ચા કરે છે, તેમાં તેની બુદ્ધિ અને તક કુશળતા જણાઈ આવે છે. રામ પાસે પ્રત્યક્ષ અથવા માયાવી સીતા મોકલી પ્રસ્તુત યુદ્ધ ટાળવું જોઈએ એમ મહેદર કહે છે. પરંતુ રામ સાથે સંધિના કરાર કરવામાં આવે તો વિભીષણને અડધું રાજ્ય આપવું પડે અને એ ઈષ્ટ નથી એમ રાવણુ માને છે. મહાદર કહે છે કે સંધિ કરતી વખતે વિભીષણને રાજ્યને દરને ખુણો આપી દેવાનું નક્કી કરવામાં આવે તો લંકાના ભાગલા કરવાને સવાલ ઉપસ્થિત થશે નહીં. પરંતુ વિભીષણને એવું રાજ્ય આપવું એ પોતાને માટે કાયમને શત્રુ નિર્માણ કરવા બરાબર છે એવું રાવણને લાગે છે. તે વખતે મોદર રાવણને નિશ્ચયપૂર્વક જણાવે છે કે રામ અને કામ એ બેમાંથી કોઈ એકને જીત્યા વિના શાંતિ સ્થાપી શકાય નહી, અને રામને જીતવું અશક્ય હોવાને લીધે રાવણે કામને છતી પિતાને વિનાશ રે જોઈએ. સીતાપ્રાપ્તિ વિશેની આખી સમસ્યા મહાદર રાવણુ આગળ શૃંગાપત્તિ દ્વારા સ્પષ્ટ કરે છે. તે કહે છે કે રામ જીવતા હોય ત્યાં સુધી સીતા મેળવવી આપણે માટે અશકય છે, અને રામ મરે તે સીતા જીવતી રહે એ અશકય છે. આ પ્રમાણે રામ હોય કે ન હોય તે પણું રાવણ સીતાને મેળવી શકે નહીં. મહેદરે કરેલી આ દલીલ તર્કશુદ્ધ છે એમાં શંકા નથી. સીતાને મેળવવા માટેના રાવણના પ્રયત્ન ચાલુ હોય તે વખતે મહેદર તેની સાથે આ પ્રમાણેની ચર્ચા કરે છે. રામ પાસે એક અદ્ભુત દર્પણ–જાદુઈ અરીસે– હેાય છે. તે દ્વારા રામ અને લક્ષ્મણ રાવણની “માયાનાટિકા' જોઈ શકે છે, તેમ જ રાવણ અને મહાદરને સંવાદ સાંભળી શકે છે. રામ અને લક્ષ્મણ