________________ 26 વિાષક અને વિવિધ મિષ્ટાને વડે તેણે પોતાની ઉદરપૂર્તિ કરી હોય છે. કોઈપણ જાતની શરમ વિના પેટ ભરીને ખાવાનું તેણે કામ કર્યું હોવાને લીધે તેનું માં પણુ વાંકુંચૂંકુ બની જાય છે. તે ઠીક શ્વાસ પણ લઈ શકતા નથી. અને આવી વ્યાકુળ અવસ્થામાં તેને ધીમી ચાલે ચાલવું પડે છે. વિદૂષકનું આ રૂપ તેની પરંપરાને અનુરૂપ છે. તેનું મહેદર નામ તેના હાસ્યાસ્પદ સ્વરૂપને શોભે છે. અદ્દભુતદર્પણ નાટકમાં એક માયાનાટિકા બતાવવામાં આવે છે. તેમાં લક્ષમણ બધા વાંદરાઓને લંકા ઘેરવાને હુકમ કહે છે. તે સાંભળી મહેદર ગભરાયા છે ! રાવણ તેને “આ તે નાટક ચાલે છે એમ કહે છે ત્યારે તેની બીક ઓછી થાય છે. આ પ્રસંગ વિદૂષકને બીકણ સ્વભાવ પ્રદર્શિત કરે છે. રાવણને વિદ્યુજિજહુવ' નામનો મંત્રી હોય છે. તેને અશોકવનમાં જઈ સીતાને સંદેશો લઈ આવવાનું કામ સોંપવામાં આવે છે, પણ અશોકવનમાં પુરુષોને પ્રવેશ કરવાની પરવાનગી હોતી નથી, તેથી વિદ્યુજિવ મહેદરને અશોકવનમાં જઈ સીતા શું કહે છે તે જાણું લાવવાનું કહે છે. પુરુષને જવાની પરવાનગી ન હોવા છતાં વિદ્યુજિવે પિતાને આ કામ સોંપ્યું તેથી મહેદર ખિજાય છે. અને તેને કહે છે, હું પુરુષ નથી એવું આપ માનતા હશે, પણ દર વરસે જેને સુવાવડ આવે છે એવી બ્રહ્મરાક્ષસી કુંડદરી નામની મારી પત્ની મારું પૌરુષ બરાબર જાણે છે, સમજ્યા ? આ ઉદ્ગારોમાં કોઈ પણ બાબતમાં નકામી હઠ કરવાની વૃત્તિ, બડાઈખર સ્વભાવ, અશ્લીલ વિનેદ કરવાની ઇરછી વગેરે વિષકના ગુણ વ્યક્ત થાય છે. પરંતુ વિદૂષકના પાત્રમાં બતાવેલા આ ગુણે તે એક રૂઢિ હેઈ બતાવવા પૂરતા જ બતાવવામાં આવ્યા હોય એવું લાગે છે. દરેક વિદૂષકને પિતાનું વિશિષ્ટ નામ હોવા છતાં સંસ્કૃત નાટકમાં તેને ઉલેખ વિદૂષક એ સામાન્ય નામથી કરવામાં આવે છે. પરંતુ અહીં મહેદરને કયાંયે વિદૂષક શબ્દથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત પરંપરા પ્રમાણે વિદૂષક નાયકને મિત્ર હેય છે, પરંતુ અહીં મહેકરને પ્રતિનાયકને રાવણને-સહચર બતાવવામાં આવ્યો છે. જે કે મહેદરને નર્મ સુહત” નિમમિત્ર” વગેરે શબ્દો દ્વારા સંબોધવામાં આવ્યો હોય તે પણ અહીં તેની હાસ્ય નિર્માણ કરવાની વૃત્તિ કરતાં તેની ચાલાકી, હોંશિયારી તથા બુદ્ધિમત્તા જેવી વિશેષતાઓ અધિક બતાવવામાં આવી છે. જે કુળમાં રાવણ જન્મે છે, તે બ્રહ્મરાક્ષસ કુળને મહેદર પુરહિત છે. તે કામશાસ્ત્રમાં નિષ્ણાત છે. કામતંત્રસચિવ તરીકે રાવણ તેનું ગૌરવ કરે છે. રાવણે યુદ્ધમાં