________________ સ્થળે તે ઢીંગલીના ગળામાં એક મેના બાંધી ત્યાં મૂકે છે. મેના રાજા અને નયિકને સંવાદ સાંભળે છે. અને તે ને તે રાણીને તે કહી સંભળાવે છે. અર્થાત એ પ્રેમસંવાદ સાંભળી રાણું ગુસ્સે થઈ જાય છે. પણ કેર રાજાને ધીરજ આપે છે અને તેનું સાંત્વન કરે છે. ચકોર રાજાને વખતોવખત નાયિકા વિશે માહિતી આપવાનું કામ કરે છે. તે નાયિકાને પત્ર રાજા પાસે લઈ આવે છે. પ્રેમીઓની મુલાકાત થાય તે માટે તે રાજાને ઉદ્યાનમાં વાવડી પાસે લઈ જાય છે. એક વખત રાજા અને નાયિકાના મિલન પ્રસંગે વિદૂષકને રણ આવ્યાની જાણ થાય છે અને તે તરત જ રાજને તેની ખબર આપે છે. પરંતુ બીજા પ્રસંગે તે પોતે જ ઊંઘમાં બબડી રાણી આગળ રાજાનું પ્રેમરહસ્ય જાહેર કરવાની ભૂલ કરે છે. જે કે એ ભૂલનું કઈ ભયંકર પરિણામ આવતું નથી.