________________ પારશિષ્ટ વિદૂષકની ટોપી-અજંટાના એક ભિત્તિચિત્રમાં વિદૂષકના મસ્તક પરના પહેરવેશ માટે ભરતે ત્રિશિખનું વિધાન કર્યું છે. આ ત્રિશિખ” એટલે અમુક રીતે ગોઠવેલા વાળના ત્રણ ગુચ્છ હોય, અથવા તે તે “ત્રિશિખંડક હોય. ત્રિશિખંડક એ ત્રણ ખૂણાવાળી ટપી હતી. વાસુદેવશરણુ અગ્રવાલે મથુરાની એક પ્રાચીન પાકી માટીની તકતીમાં તે ઓળખી બતાવી છે. સંસ્કૃત રંગમંચ પર વિદૂષક ટોપી સાથે કે ટોપી વિના દેખાતે હાય-ભરતને આ બાબતમાં કશો અસંદિગ્ધ નિર્દેશ નથી. આ સંબંધમાં એ હકીકત રસપ્રદ છે કે જ્યારે ઓગણીશમી શતાબ્દીમાં મરાઠી નાટકને સંસ્કૃત નાટકના અનુવાદ કે અનુકરણ રૂપે ઉદય થયો, ત્યારે તે વેળાની રંગભૂમિ પર વિદૂષકનું -અને અન્ય કઈ પણ બ્રાહ્મણનું પાત્ર માથા પર ચપ્પટ બેસાડેલી, ગાળ, લાલ અને બંને કાન પરની કાર ઉપર વાળેલી એવી ટોપી પહેરીને જ આવતું. એવો સંભવ છે કે આ કાનટેપી ડો. અગ્રવાલે મથુરાની તકતીમાં જોયેલ ત્રિશિખંડકને જ વિકાસ હોય. અજન્ટાની કમાંક 1 વાળી ગુફામાં જે કમાંક 16 વાળું બિત્તિચિત્ર છે (ગ્રીફીથની પુસ્તક પ્રમાણે ચિત્ર નં. 4 એન, યઝનીના પુસ્તક પ્રમાણે નં. 25), તે ચારેય જાતકના ત્રીજા પ્રસંગને લગતું છે. તેમાં નાગરાજ ચાંપેય વારાણસીના રાજ ઉગ્રસેનને બૌદ્ધધર્મનું તત્તવ સમજાવે છે એ પ્રસંગ અંક્તિ થયે છે. ચિત્રમાં નાગરાજના રાજમહેલનું દશ્ય છે. રાજના સભાખંડમાં વચ્ચે નાગરાજ ચાંપેય રાજા ઉગ્રસેનને ધર્મ સમજાવતે દેખાય છે. તેમની આસપાસ બાર આકૃધતિઓ (નવ સ્ત્રીઓ અને ત્રણ પુરુષો) ઉપસ્થિત છે. ડાબી બાજુના જૂથમાંનાં -એક અપવાદે સૌ એકાગ્ર ભાવે વાતચીત સાંભળતાં દેખાય છે. માત્ર તેમાં જે એક ઠીંગુજી વામનની રમૂછ આકૃતિ છે, તેનાં ભવાં ખેંચાયેલાં છે અને તે આ ધર્મચર્ચામાં કશે રસ દાખવતે લાગતું નથી. જમણી બાજુના જૂથમાં પાંચ -સ્ત્રીઓ અને પુરુષ છે. તેમાં બે સ્ત્રીઓ બેઠેલી છે અને વાતચીત સાંભળવામાં મન છે. ઊભેલી ત્રણ સ્ત્રીઓમાંથી બે સ્ત્રીઓના ઊંચા કરેલા એક એક હાથની