________________ હથેળી પર થાળ છે. તેમની વચ્ચે જે આકૃતિ ઊભી છે તે પુરુષની છે. ત્રિપં ઉપરથી તે બ્રાહ્મણ હોવાનું જણાય છે. યઝદની તેને ચહેરો આબાદ કાશીના બ્રાહ્મણના જે હેવાનું કહે છે. બ્રાહ્મણની આખો ચિત્રમાં ભૂંસાઈ ગઈ હોવાથી તેનો મુખભાવ નક્કી કરી શકાતા નથી. જે રીતે થાળ લઈ ઊભેલી એક દાસી તેની પાસે ઊભેલી બીજી દાસીએ ઊંચા હાથે કરેલા સંકતથી પિતાનું ડાકુ ડાબી તરફ વાળીને પેલા બ્રાહ્મણ સામે જોઈ રહી છે, તે ઉપરથી એવી અટકળ માટે પૂરતે આધાર છે કે એ બ્રાહ્મણ તે વિષક હેય, અને તેની બંને બાજુ ઊભેલી દાસીઓએ ઊંચલા થાળમાંના એક થાળમાંથી તેણે કશુંક (કૂલ કે પછી નાસ્તા માટેની મીઠાઈને ટુકડો) ગૂપચૂપ ઉઠાવી લીધું હૈય–તેની બાજુમાં ઊભેલી દાસીની નજરે આ પકડાઈ જતાં, તે આ અંગે થાળવાળીનું ધ્યાન ખેંચતી હોય. ટૂંકમાં ચિત્રમાંને બ્રાહ્મણ રાજસભામાં ઉપસ્થિત રહેતે વિદૂષક હેય. આ. આકૃતિએ કાનટોપી પહેરેલી છે.• તેનો રંગ સફેદ છે. મરાઠી રંગભૂમિ પર વપરાતી આવી ટપી કંતાનની અને લાલ હોય છે, અને તેની કાન પરની કિનારી ઊંચી ચડાવેલી હોય છે, પણ જરૂર પડે ત્યારે તે નીચી કરીને કાન ઢાંકી શકાય. છે. એટલે જ કાનટોપી કહેવાય છે. - અજન્ટાના ભિત્તિચિત્રમાં મળતું કાનટોપીનું આ ચિત્ર એ દષ્ટિએ મહત્ત્વનું છે કે મથુરાની તકતીમાં મળતા ત્રિશિખંડક અને અર્વાચીન કાનટોપી–એ બેની વચ્ચેની કડી તે પૂરી પાડે છે. પાંચમી શતાબ્દીની ગુપ્તયુગીન ચિત્રકલામાં મળતું આ વિદૂષકનું ત્રિશિખંડક એ તેને અત્યાર સુધીમાં પ્રાપ્ત સૌથી પ્રાચીન ચિત્રા-- ત્મક પુરાવો છે.