________________ કકિંજલ જામે છે. કપિંજલ પોતાની વિદ્વત્તા, પોતાની કવનશક્તિ પુરવાર કરવા તૈયાર થાય છે. કસ્તૂરી કઈ દિવસ ગામડામાં કે નિર્જન વનમાં વેચાતી નથી, અને -સોનાની કસોટી સનીના પથ્થર સિવાય બીજે ક્યાંય થતી નથી એ કપિંજલ બરાબર જાણે છે. છતાં “કુવામાં હોય તો જ હવાડામાં આવે એ આત્મવિશ્વાસ તેના મનમાં હોવાને લીધે તે રાજા અને રાણી સમક્ષ પિતાના જ્ઞાનની પરીક્ષા આપવા તૈયાર થાય છે. કપિંજલ અને વિચક્ષણ નામની દાસી વચ્ચે કાવ્યહરિફાઈ જવામાં આવે છે, અને બંનેએ વસંતઋતુનું વર્ણન કરી બતાવવું એવું નકકી કરવામાં આવે છે. કીપિંજલના મિત્ર તરીકે રાજાએ તેના પક્ષમાં રહેવું જોઈએ એવી કઈ અપેક્ષા કરે, તે પણ કપિંજલને એ બાબતમાં નિરાશ જ થવું પડે છે. કારણ કે, વિચક્ષણાની કવિતા વધુ સુંદર હોવાનું રાજા પોતે કબૂલ કરે છે. કપિંજલ ખિજાય છે, અને પિતાના ઉપર બળે છે. કપિંજલ પાસે કમળ શબ્દો વાપરવાની શક્તિ છે, પરંતુ તેણે તે શક્તિ નકામા વિષયો ઉપર ગેરવ્યાજબી રીતે ખચી નાખી છે, એવું વિચક્ષણા માને છે, પણ કપિંજલનું તેથી જરાયે સમાધાન થતું નથી. તે દાસીને ગાળ આપે છે. દાસી પણ તેને વળતું પરખાવે છે. આમ બંનેમાં પરસ્પર ગાળોની આપલે થાય છે, અને તે મારામારીમાં પરિણમે છે. કપિંજલ દાસીને તેના કાન ખેંચી કાઢી મેં રંગી નાખવાની ધમકી આપે છે તે દાસી તેને તેના હાથ તેડી નાંખવાની ધમકી આપે છે. છેવટે કપંજલ ત્રાસી * જાય છે, અને પોતાની ફજેતી થયેલી જોઈ રાજકુળમાં પિતા ઉપર આવેલા ખરાબ દિવસે વિશે શક કરે છે. તે કહે છે, “દારૂ અને પંચગવ્ય જે એક જ વાસણમાં રાખવામાં આવતાં હોય, દાસી અને બ્રાહ્મણોને જે બરાબર લેખવામાં -આવતાં હોય, તે તે રાજકુળમાં બધે ગોટાળે ચાલતો હોવો જોઈએ. એવા રાજકુળને તે દૂરથી જ નમસ્કાર ! એના કરતાં તે ઘેર બેસી બૈરીના પગ દાબવા શા ખોટા ?" કપિંજલ ખાલી જોશમાં બેલ નથી. રાજા અને રાણીને નમસ્કાર કરી તે પોતાનો રસ્તો પકડે છે. તે જોઈ રાણીને દુઃખ થાય છે. કપિંજલ ન હોય તે રાજમહેલમાં શાની મજા ! રાણી કપિંજલને વિનવી પાછા બોલાવવાને પ્રયત્ન કરે છે, પણ દાસીને તેમાં કોઈ અર્થ જણાતું નથી. કપિલ પણ દૂરથી જ મોટેથી કહે છે. હું નહીં આવું ! રાજમહેલમાં જે વિદૂષક જ જોઈતો: હોય, તો દાસીને જ દાઢી અને લાંબા કાન ચોંટાડે, અને નમે એને વિદૂષકની