________________ 14 કણસુંદરીમાને વિદૂષક gષ સમ્રાતઃ મ ર ત્રાહorવિના –કર્ણસુંદરી, 4 બિહણે લખેલ કર્ણસુંદરીમાં વિદૂષકને કેઈ વિશિષ્ટ નામ આપવામાં આવ્યું નથી. તે બ્રાહ્મણ છે એ વિશે શંકા નથી. રાજા અને રાણી તેને ઉલેખ આદર સાથે કરતા ન હોય, તે પણ તેઓ તેને બ્રાહ્મણ તરીકે ઓળખે છે. આ વિદૂષક પરણેલે છે. તેની પત્નીને ઉલેખ બ્રાહ્મણી તરીકે કરવામાં આવ્યો છે. વિદૂષકની કેટલીક વિશેષતાઓ આ વિદૂષકમાં જોવા મળે છે. તુમુલ યુદ્ધનું વર્ણન સાંભળી તે ધ્રુજે છે. ભજન અને દક્ષિણને તેને લોભ છે. એક વખત રાણી ગુસ્સે થઈ જાય છે. તેને ગુસ્સો શાંત થયા પછી તે વિદૂષકને લાડવા મેકલે છે. તેથી વિદૂષક ખુશ થઈ જાય છે. રાજા અને નાયિકાને પ્રેમ સફળ કરવા માટે રાણીનું મન વળાવી તેની અનુમતિ મેળવવા વિદૂષક તેને સ્વસ્તિવાચનની એટલે કે લાડવાની છાબડી મોકલવાને નિર્ધાર કરે છે. રાજા અને નાયિકાના લગ્નપ્રસંગે તે સ્વસ્તિવાચનની માગણી કરે છે. ઉપરાંત, રાજાના જૂનાં ઘરેણું તે તેને મળે છે જ ! વિદુષક બાઘા જેમ વર્તે છે અને મૂખની જેમ બોલે છે. રાજા એક દિવસ સ્વપ્નમાં એક વિદ્યાધરસુંદરીને જુએ છે. તેના સૌંદર્યથી તે આકર્ષાય છે. અને વિરહમાં ઈતર વખતે સુખ આપનારો બાગ તેને સંતાપદાયક લાગે છે. રાજ વિદૂષકને આ વાત કહે છે, ત્યારે વિદૂષક કહે છે, “એહ! તમને બાગને ત્રાસ થાય છે ? તે પછી, બાગનું આપણે શું કરીશું ?" એક વખત તે રાજાને કહે છે કે, બધા લેકે સુંદર સ્ત્રીને મેં સામે જોઈ બોલવાનું છોડી દઈ, એની તિરછી નજર શા માટે પસંદ કરે છે એ કાંઈ આપણને સમજાતું નથી !' નાયિકા પિતાની બેનપણીને પોતાના પ્રેમની વાત કહે છે. તે વખતે તેમની સામે હાજર થવાની સૂચના વિદૂષક રાજાને કરે છે. રાજાને વિદૂષકે કરેલી સૂચના મૂર્ખાઈભરેલી લાગે છે, અને તેથી તે વિદૂષક તરફ ધ્યાન આપતા નથી. ઘણી વખત વિદૂષકનું વર્તન બાલિશ લાગે છે. રાજા ભાવવિવશ થઈ, એને કંઈ પૂછવા જાય, ત્યારે તે પિતાના જ આનંદમાં મશગુલ થઈ ખાલી ચપટીમાં જ