________________ 15 ચકોર હો, વિધતાચાર વિદ્યાસ: . –ચંદ્રલેખા, 1. રાજશેખરના કપૂરમંજરીની માફક રુદ્રદાસે “ચંદ્રલેખા” નામનું પ્રાપ્ત સટ્ટક લખ્યું છે. તેમાં વિદૂષક “ચર બ્રાહ્મણના નામે ઓળખાય છે. ચકર બ્રાહ્મણ હોવાને લીધે ખાઉધરે હોય એ સ્વાભાવિક છે. નાટકકારે ઘણે ઠેકાણે તેને ખાઉધરાપણાનું વર્ણન કર્યું છે. એક વખત ચકાર ચંદ્રિકા નામની દાસી સાથે કાવ્યની હરિફાઈમાં ઉતરે છે. તે વખતે મહાનગરીનું વર્ણન કરતાં તે બધી ખાદ્યવિષયક ઉપમાઓને ઉપયોગ કરે છે. કેયલના પંચમસૂરને તે ખૂબ ખાવાને લીધે ફૂલી ગયેલ પેટવાળા બ્રાહ્મણના અવાજની ઉપમા આપે છે. ઉડતા ભમરાઓને તે રડામાંથી બહાર આવતી ધુમ્રસેર સાથે સરખાવે છે, તેમજ ફૂલની સુવાસને તે વઘારમાં નાખેલી રાઈની વાસ સાથે સરખાવે છે. ચિંતામણિ રત્ન દ્વારા રાજાને નાયિકા જેવી સુંદરીના દર્શન થાય છે. તેથી ચિંતામણિને ઉપયોગ પૂરો થવાને લીધે, જેમ ડાંગરમાંથી ચોખા કાઢી છેડાં ફેંકી દેવામાં આવે તેમ, તે રાજાને ચિંતામણિ રત્ન ફેંકી દેવાની સૂચના કરે છે. રાજા નાયિકાને મળવા માટે તલસી રહ્યો હતો. નાયિકા ઉદ્યાનમાં વાપી પાસે હેવાનું ચકેરને જાણવા મળે છે. તેથી તે રાજાને કહે છે, “ખાંડ અને દૂધમાં રાંધેલા ભાતનું મિષ્ટાન્ન (પાસ) તમારી સામે થાળીમાં પિરસાયેલું હોય તે પછી રડીને શા માટે વખત પસાર કરે છે ?" ચકાર નાયિકાનું વર્ણન કરતી વખતે કહે છે, “એના શબ્દ કાન માટે જાણે અમૃતથાળ પિરસતા હોય એવા અને એનું રૂપ જાણે આ માટે મિજબાની હોય એવું છે.” ખાઉધરાને ખાવા સિવાય કાંઈ જણાય નહીં એવું કાલિદાસે કહ્યું છે તે બરાબર છે. ચાર બડાઈખેર છે. દાસીએ કરેલા નગરીના વર્ણનમાં ખાલી ભભક છે એવું ચકેર માને છે. અર્થાત પિતાના વર્ણનમાં મૌલિકતા છે એવું તેને સૂચવવું છે. એક વખત રાજાની જમણી આંખ ફરકે છે. પિતાની બ્રાહ્મણપણની મોટાઈ સાથે ચકેર કહે છે કે એ સાર્વભૌમત્વના શુભ શકુન છે. ચાર રાજા પાસેથી કવિત્વશક્તિ ઉછીની માંગવા તૈયાર થાય છે, પણ ચંદ્રિકા પિતાની મેળે જ એને કાવ્ય