________________ કણસુંદરીને વિદષક વગાડે છે. રાજ યુદ્ધમાં વિજય મેળવે છે તે સમાચાર મળતાં જ વિદૂષક આનંદથી નાચવાની શરૂઆત કરે છે. રાજા વિદૂષકને મૂર્ખ કહે છે તે ખોટું નથી. પરંતુ વિદૂષકની બાલિશતા અને મૂતા કૃત્રિમ લાગે છે. વિદૂષકને ધા કરતા હોય તેમ એ બધાં કામ કરે છે. એને એક દાખલો આપણે જોઈએ. સામાન્ય રીતે વિદૂષક દાસીથી ગભરાય છે, અને બને ત્યાં સુધી એ એને ટાળવાને પ્રયત્ન કરે છે. પણ એક વખત તે દાસીને કમળતંતુ અને કેળનાં પાન ઢાંકીને લઈ જતી જુએ છે. વિદૂષકને ટાળવાને તે પ્રયત્ન કરે છે. પણ વિદૂષક તેને પકડી પાડે છે. એ એને ધમકાવે છે. દાસી ગમે તેવા જવાબ આપે છે, પણ વિદૂષક ઝટ એણે પાલવ તળે સંતાડેલી વસ્તુઓ બહાર કાઢે છે. પછી દાસીને સીધી રીતે કબૂલ કરવું પડે છે કે નાયિકા પ્રેમવરથી પીડાતી હાઈ તેને માટે આ શીતલસામગ્રી આવશ્યક છે. આમ વિદૂષક દાસી પાસેથી નાયિકાનું પ્રેમરહસ્ય જાણી લે છે. પછી દાસી એને બધી વાત છાની રાખવા વિનંતી કરે છે. વિદૂષક કદાચ કોઈ વખત રાજાની મશ્કરી કરે તે પણ એને મદદ કરવાનું તે ભૂલતું નથી. તે રાજાને પિતાનું પ્રેમપ્રકરણ જરા બાજુ પર મૂકી પહેલાં રાણીને ખુશ કરવાની સલાહ આપે છે. તે રાજાને કહે છે કે, “તું રાણી સાથે મીઠા શબ્દ બેલે, અથવા તેને પગે પડે છે તે તારા ઉપર ખુશ થાય. પણ મને તે એ દુષ્ટ બ્રાહ્મણ કહે છે. એ બધું વેર મારી ઉપર વાળશે.” કર્ણસુંદરી પણ રાજાને ચાહે છે એ સમાચાર જ્યારે તે રાજને કહે છે ત્યારે રાજા અત્યંત આનંદિત થાય છે, એનો વિદૂષકે કહેલી વાત ઉપર વિશ્વાસ બેસતું નથી. ત્યારે વિદૂષક કહે છે કે, આ “પ્રેમમાં પડેલા માણસોનાં માથાં ફર્યા લાગે છે. પ્રત્યક્ષ પુરાવો આપીએ તો પણ એમને વિશ્વાસ બેસતા નથી !" પછી રાજાને પિતાની વાત ઉપર વિશ્વાસ બેસે તે માટે તે પિતાની બ્રાહ્મણોના પગના સોગંદ ખાય છે. આમ, વિદૂષક રાજાની થોડી મશ્કરી કરે, તે પણ તે રાજાને મદદ કરવાની તેની હંમેશની તરકીબે યોજે છે. તે રાજાને બાગમાં લઈ જાય છે. મદને દાન અને તરંગશાલા એ બે શીતસ્થાને પાસે તે રાજાને લઈ જાય છે. બીજા અંકમાં તે રાજાને લીલાવનમાં લઈ જાય છે. ત્યાં સરોવર પાસે રાજા કર્ણસુંદરીને મળે છે. ત્રીજા અંકમાં તે રાજાને સંકેતસ્થાને લઈ જાય છે. વિષક પહેલેથી જ રાણી વિશે સાવધાન રહે છે. રાજાને તે રાણું આવ્યાની વખતસર સચના કરે છે. રાણીના આગમનનું અમંગળ ભવિષ્ય વર્તાવનાર 19