________________ ચારાયણ 287 આ નાટિકામાં આપણને ચારાયણ વિશે જે માહિતી મળે છે તે પ્રમાણે ચારાયણ વિવાહિત છે. તે પોતાની બ્રાણમાં કાળજી રાખે છે. તે બચરવાળ છે. કદાચ રાજદરબારમાં તેની વિદૂષક તરીકે નિમણૂક થઈ હોવાને લીધે પિતાના “ધંધાને અનુસરીને તે વિદૂષકનાં કામો કરતે હોવા જોઈએ. પણ તેને લીધે તેની વિદૂષકની ભૂમિકામાંની મૌલિક્તા મારી ગઈ છે. તેને વિનોદ, તેની મૂર્ખતા, તેનું ડિહાપણ કૃત્રિમ લાગે છે. બીજાનું વેર લેવાની વૃત્તિ આપણને તેમાં જોવા મળે છે. બીજાની અથવા પિતાની નિર્દોષ મશ્કરી કરી નિર્મળ આનંદ નિર્માણ કરનાર જન્મજાત વિદૂષકમાં આપણને જે ઉદાત્ત ખેલદિલી જોવા મળે છે, તે આ વિદૂષકમાં જોવા મળતી નથી. પિતાના બુદ્ધિવભવને લીધે ગૌતમે પ્રાપ્ત કરેલું સ્થાન ચારાયણ મેળવી શકે તેમ નથી. તે પ્રમાણે તે થકાર જેવો દુષ્ટ બની શકે તેમ પણ નથી. પોતાની મશ્કરી થાય તે પણ આનંદિત રહેવાની શકામાં જણાતી વૃત્તિ પણ આપણને તેમાં જણાતી નથી. ચારાયણ મશ્કરે છે, પણ તેને બીજાએ કરેલી પોતાની મશ્કરી પસંદ નથી. ચારાયણુમાં જણાઈ આવતી આ વિસંગતિ વિવેદી પાત્રને પોષનારી વિસંગતિ નથી. રાજશેખરના આ વિદૂષકનો મૂળ પાયે કાચે છે.