________________ ચારાયણ રાજા ભાવવિવશ બની જ્યારે પ્રેમધ્યાર કાઢે છે ત્યારે ચારાયણ તેની મશ્કરી કરે છે. પ્રેમઘેલો રાજ પોતાની જાત પર કાબૂ ગુમાવે છે અને અથડાતા અથડાતે ચાલે. છે. ત્યારે ચારાયણ તેને ભાર ખેંચતા બળદની ઉપમા આપે છે. રાજા પોતાના જન્મ વિચારોમાં એક ઠેકાણે સ્તબ્ધ ઉભો રહે છે ત્યારે ચારાયણ કહે છે કે “ઝાડ જેવા. એક ઠેકાણે ઉભા રહી તમે વધવાના હોવ તે હું આ ચાલ્યો” ! મેખલાનું વેર : વાળવા તે જે અસભ્ય યુક્તિ રચે છે તે જોઈ રાણીની આંખમાં આંસુ આવે છે.., રાણીને રડતી જોઈ રાજાને લાગી આવે છે, પણ ચારાયણ કહે છે કે, “રડવા દે એમને. કાંઈ હિરામાણેક નથી વહેતાં આંખમાંથી.” મૃગાંકાવલીને પુરુષને વેશ પહેરાવી? કુવલયમાલાનું તેની સાથે લગ્ન કરવામાં આવે છે. તેથી રાજા કુવલયમાલા સાથે સંબંધ વધારતાં સંકોચ અનુભવે છે, પણ ચારાયણ એને કહે છે, “એમાં સકેચ શાને ? સાળાની વહુ એ આપણી પણ અડધી વહુ થાય !" ચારાયણની જીભ એટલું જ કહી બંધ થતી નથી. જ્યારે કુવલયમાલાના લગ્નનું પિલ બહાર ફૂટે છે અને એનું ખરું લગ્ન રાજા સાથે થાય છે ત્યારે ચારાયણ રાજાને કહે છે કે, “કુવલયમાલા હવે તારી અડધી હતી તે પૂરી વહુ બની છે !" આમ ચારાયણે આખા નાટકમાં જ્યાં ત્યાં પિતાનું ડહાપણ હળ્યું હોય તે પણ તેના મુખમાંથી ઘણી વખત સુંદર વાક્યો પણ નીકળે છે. રાજા નાયિકા સામે પહેલી વાર જતાં ગૂચવાચ છે, પણ ચારાયણ કહે છે, કે “ચંદ્ર પિતાના શીતલ કિરણે પાથરવાની શરૂઆત કરે એટલે રાત પિયણાં ક્યાં સુધી બીડાઈ રહે ?" નાયિકા સાથે પ્રેમ કરતી વખતે રાણી તરફ પણ ધ્યાન રાખવાની રાજાને સલાહ આપતાં તે રાજાને “આજે રોકડા કાલે ઉધાર’ નું મહત્વ સમજાવે છે. તે કહે છે કે “આજે મળનારી તિત્તિરી આવતી કાલે મળનારી સુંદર ઢેલ કરતાં વધુ મહત્વની છે.” બીજા અંકમાં નાયિકાને મળવા માટે તે રાજાને પ્રોત્સાહન આપે છે. તે વખતે તે કહે છે કે, “ચંદ્રકાંત મણિની ઢીંગલી ચંદ્રને જોયા પછી પીગળ્યા વિના રહે જ નહીં !" ત્રીજા અંકમાં નાયિકાના વધુ આકર્ષણને લીધે રાજા રાણું તરફ બેદરકાર બને છે, એમાં ચારાયણને રાજાની ભૂલ જણાય છે. તે રાજાને ભણતર વિશે નિષ્કાળજી કરનાર આળસુ વિદ્યાથી સાથે સરખાવે છે. એક વાર તે રાજાને કહે છે, “કાપણ કર્યા વગર ખેતરમાં નવું અનાજ પાકે નહીં, કસ્તુરી મૃગ હમેશા કુમળા પાન ખાવા માટે વનમાં દૂર દૂર કરે છે. તેને નાનાશા ખેતરમાં પૂરી રાખે શું થાય ?" આમ ચારાયણ વાચાળ હોય તે પણ ઘણું વખત એના બેલવામાં ડાહપણભર્યો અર્થ સમાયેલે આપણને જણાય છે.