________________ ચારાયણ ચારાયણને વિનંતી કરવામાં આવે છે. છોકરીનું નામ અંબરમાલિકો હેઈ તેના માતાપિતાના નામ અનુક્રમે મૃગતૃહિણુકા અને શશશૃંગ હોય છે. વિદૂષકની મશ્કરી કરવા ખાતર આખી યેજના ઘડી હોવાનું ઝટ નાયકના ધ્યાનમાં આવે છે. પરંતુ કન્યા વિશે બધી માહિતી મેળવી હોવા છતાં ચારાયણને તેને ખ્યાલ. આવતી નથી. તે લગ્ન માટે તૈયાર થાય છે. વરરાજાની માફક પોતાને શણગારે છે. પછી લગ્નવિધિ શરૂ થાય છે. મંત્રોચ્ચાર કરતી વખતે વધૂ બનેલે છોકરો ભૂલથી પિતાને ઉલેખ પુલિંગમાં કરે છે, પણ ચારાયણને કાંઈ ખટકતું નથી. તે વધૂની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે છે, અને વધૂએ પિતાને ઉલ્લેખ સ્ત્રીલિંગ ગમાં કરવો એવી શિખામણ આપે છે. છેવટે, એ છોકરો જ્યારે ગભરાઈને ઘૂંઘટ ફેકી દે છે, ત્યારે ચારાયણની ભેજમાં આખી વાત ઊતરે છે ! પછી તે ખૂબ ગુસ્સે થાય છે અને રાણીને અને દાસીની છોકરી મેખલાને—કે જેમણે આ બાજી ઘડી હેય છે—ગાળો આપે છે, પણ કાંઈ વળતું નથી. બધા એની હાંસી ઉડાવે. છે. આખરે એ ત્યાંથી ચાલ્યા જાય છે, અને નવમાલિકાજની પાછળ શરમાઈને, નીચી ડોક કરી ઊભા રહે છે. પરંતુ હર્ષના આત્રેયની માફક ચારાયણ બાઘો નથી. રાણી અને દાસીએ કરેલી મશ્કરીનું વેર વાળવાનો તે વિચાર કરે છે. તરત જ તેને એક યુક્તિ સૂઝે. છે. રાજમહેલમાંની સુલક્ષણા નામની દાસીને તે વિશ્વાસમાં લે છે, અને આખું કારસ્તાન રચે છે. તેની બાજી આ પ્રમાણે હોય છે.-રાતને વખતે સુલક્ષણાએ પ્રમોદવનમાં કેસરવૃક્ષની પાછળ સંતાઈ જવું. પછી, મેખલા ત્યાંથી પસાર થાય. ત્યારે તેણે અંધારામાં ગણગણતા આવાજમાં બેસવાની શરૂઆત કરવી. મેખલાનું એ અવાજ તરફ ધ્યાન જશે. તે વખતે, “તારું વૈશાખસુદ પૂનમને દિવસે મોત. નીપજશે' એવી સુલક્ષણાએ ઘેષણ કરવી. મેખલા એ અવાજ અને ઘણું સાંભળી ગભરાઈ જશે. ઝાડ પાછળ કઈ ભૂત હશે એમ માની, બે હાથ. જોડી ભૂતની તે પ્રાર્થના કરશે. તે વખતે સુલક્ષણાએ ફરી પેલા ગણગણતા અવાજમાં કહેવું કે ગાંધર્વવેદમાં નિષ્ણાત હોય એવા કેઈ બ્રાહ્મણની સન્માન સાથે. વિધિપૂર્વક પૂજા કરી, એને પગે પડી, એના બે પગ વચ્ચેથી જે એ પસાર થાય. તો એનું મેત છે. ચારાયણે રચેલી બાજી સફળ થાય છે. જ્યારે એ પ્રસંગ બને છે ત્યારે મેખલા સાથે રાણું હોય છે. તે પણ એ બનાવટથી છેતરાય છે. મેખલા રાણીના. પરિવારમાંની દાસી હોવાને લીધે તેના ઉપરનું સંકટ ટાળવા ભૂતે કહેલી વિધિ કરવાની રાણી તૈયારી કરે છે. પરંતુ ગાંધર્વવેદમાં નિષ્ણાત એ બ્રાહ્મણ કયાંથી,