________________ 13 ચારાયણ ही हो भो एते खलु पण्डिता अलीकविकल्पैः विस्मृतफला इव मर्कटा मूलमलभन्तः पल्लवग्राहिणो भवन्ति / मुर्खाः पुनः पनसवनपालका इव मूलमनुसरन्तः फल प्राप्नुवन्ति / -વિદ્ધશાલભંજિકા, 2. ચારાયણ દેખાવે સાવ વિદૂષક જેવો છે. ટોપલા જેવા કાન હોવાને લીધે તે વાંદરા જેવો લાગે છે, તે રાજાને કેલિકૈલાસ નામના કીડામંદિરમાં લઈ જાય છે. ત્યાં અનેક ચિત્રો હોય છે. તે પૈકી એક ચિત્રમાં પાંજરામાં એક વાંદરો પકડાયેલો ચિતરવામાં આવ્યો હતો. વિદૂષક રાજાને એ ચિત્ર બતાવે છે, ત્યારે રાજ કહે છે, “દસ્ત આ તારું જ ચિત્ર લાગે છે !" તે સાંભળી વિદૂષક ખિજાય છે, અને દુર્જનનાં વચનો તરફ આપણે ધ્યાન ન આપવું જોઈએ એમ કહી પિતાનું મોં બીજી બાજુ ફેરવે છે. પરંતુ આ પ્રસંગ ઉપરથી આપણને ચારાયણનું રૂપ કોના જેવું છે તેને ખ્યાલ આવી જાય છે. બીજા એક પ્રસંગે તે પિતાને માથે ટાલ હોવાનું કબૂલ કરે છે. ચારાયણ બ્રાહ્મણ છે. રાજા એક દિવસ સ્વપ્નમાં એક સુંદર યુવતી જુએ . છે. ત્યારે ચારાયણ પિતાની જનેઈ ઉપર હાથ રાખી તેને તેનું સ્વપ્ન ખરું થાય એવો આશીર્વાદ આપે છે. બ્રાહ્મણ હેવાને લીધે ચારાયણને ભજનમાં ખાસ રુચિ છે. છતાં નાટકમાં તેને ખાઉધરાપણાને જાણી જોઈને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ તેના બોલવામાં વિવિધ ખાદ્યપદાર્થોના ઉલ્લેખો આવે છે. (1) રાજાને પ્રેમનું રહસ્ય જાણવા માટે પ્રયત્ન કરવો પડશે એવું તેને લાગે છે. તે કહે છે કે રસ કાઢવો હોય તે ગોટલા સાફ કરવા જ પડે. (2) પાકી જવાને લીધે ફાટી જનાર દાડમ પ્રમાણે તેનું હૃદય કુતૂહલથી ફાટી જતું હતું. (3) સ્વખમાં જેએલી સુંદરીને આમંત્રણ આપવા નીકળેલા રાજાને ચારાયણ સ્વપ્નમાં લાડવા જોવાને લીધે આખા ગામને જમણનું નેતરું આપનાર માણસની ઉપમા આપે છે. દક્ષિણામાં મળતી ભેટ સ્વીકારવા તે હંમેશા તૈયાર હોય છે. વિવાહપ્રસંગે રાજા વરરાજાને વેશ ચડાવી પ્રસાધન કરી સજજ થયા પછી, જે વસ્ત્રો તથા સુગંધી દ્રવ્યો વધે છે તે ચારાયણ લઈ જાય છે. ઉપરાંત રાજાના મિત્ર તરીકે વિવિધ વસ્તુઓની ભેટ મળવાની તે આશા રાખે છે.