________________ 280 વિદુષક હેય, તો પણ તે જન્મજાત વિદૂષક હોય એવું આપણને જરાયે લાગતું નથી. બાકીના નાટકમાં તો નાયકના સામાજિક જીવનમાંના તેના એક મિત્ર તરીકે, અથવા તો રાજાના સહાયક તરીકે તે કામ કરતા જણાય છે. વિદૂષક રાજાને મિત્ર અને સહાયક હોય છે એમાં શંકા નથી, પરંતુ પહેલાના નાટકમાં વિદૂષકની આ પ્રકારની ડિવિધ ભૂમિકા બે ભાગોમાં વહેંચાયેલી આપણને જણાતી ન હતી. અર્થાત કપિંજલ આ નાટકમાં કેવળ વિદૂષકને ધંધે કરતે હોય એવું લાગે છે. તેને લીધે તેના વિનોદમાંની મજા મારી ગઈ છે.