________________ 279 કપિંજલ કરેલા પ્રયત્ન ખરેખર પરાક્રમ જેવા જ હતા. જયારે રાજ કપિંજલને તે બદલ ધન્યવાદ આપે છે, ત્યારે કપિંજલ ડાહ્યાની માફક કહે છે, “એ ઘરડી બિલાડીને (રાણીને) આપણે છાશ પિવડાવીએ તે પણ એ તે માને છે કે પોતે દૂધ જ પીએ છે ) પ્રેમનું વર્ણન કરવા માટે અથવા પ્રેયસી સાથે સંબંધ વધારવા માટે કપિંજલ રાજાને ઉત્તેજન આપે છે. તે વખતે તેની વાચાળતાને કેાઈ મર્યાદા રહેતી નથી, અને તેના જેવા બ્રાહ્મણને અથવા વિદૂષકને શોભે એવાં જ વાક તે બોલે છે. પરંતુ કપિંજલ પાસે કવનશક્તિ હોય છે તેની મૂર્ખતા અને વિદુષક ભૂમિકા સાથે વિસંગત છે. રાજા અને કપૂરમંજરીનું અથવા તેમની પ્રેમવિવલતાનું અત્યંત કાવ્યમય સુંદર વર્ણન તે કરે છે. ચંદ્રોદયનું અને ઉત્સવ નિમિત્તે કરવામાં આવેલ નાટયપ્રગનું વર્ણન કરવાનું કામ તેને સોંપવામાં આવે છે. તેના વર્ણનમાં આકાર છે, વિસ્તાર છે. એક વખતે કપિંજલ પોતે જ રાજાને સૂત્રકાર અને પિતાને તેના ભાષ્યકાર સાથે સરખાવે છે. રાજા માટે તે નોકરના પણ કામ કરે છે. રાજાને પ્રેમજ્વર શાંત કરવા તે શીતલ સામગ્રી લેવા જાય છે. બંધ જગ્યાએ નાયિકા જ્યારે પરસેવાથી રેબઝેબ થાય છે ત્યારે તે તેને પવન નાખે છે. રાણીએ કપૂરમંજરીને કેદખાનામાં નાખી હેવાનું તે પિતે કહેવા જાય છે. રાણું કપૂરમંજરીને કેદખાનામાં પુરી તેના ઉપર કડક નજર રાખે છે ત્યારે તેનું અને રાજાનું મિલન કેવળ જાદુગરની કરામતને લીધે જ થાય છે. તે જ પ્રમાણે એ બંનેને વિવાહ પણ જાદુગરને લીધે જ થઈ શકે છે. છતાં નાયક અને નાયિકાના સંબંધે વધારવામાં કપિંજલ અને દાસીએ તેમને ખૂબ મદદ કરી હોય છે, એ કબૂલ કરવું જોઈએ. વિદૂષકની મદદ કેટલી અમૂલ્ય છે તેને રાજાને બરાબર ખ્યાલ છે. તે કહે છે, “મારું કામ બીજો કેણ કરી શકે ? ચંદ્ર વિના સાગરમાં ભરતી કેણ આણી શકે? છેવટે જ્યારે રાજા અને કપૂરમંજરીના લગ્ન થાય છે ત્યારે કપિંજય ગોરપદ સંભાળે છે. રાજા તેને દક્ષિણ તરીકે સે ગામ ઈનામ આપે છે. પરંતુ રાજાને પ્રેમ સફળ કરવામાં, લગ્ન વખતે ગોરપદ સંભાળવામાં, અથવા કાવ્યમય સુંદર વર્ણને કરવામાં કપિંજલે પિતાની યોગ્યતા પુરવાર કરી