________________ 284 વિદૂષક મળે ? રાજા એમને ખાત્રી આપે છે કે ગાંધર્વવેદમાં ચારાયણ નિષ્ણાત છે. પછી મેખલા ચારાયણની સન્માન સાથે પૂજા કરે છે, અને હાથ જોડી એના પગે પડે છે. ચારાયણ મોટા અવાજે કહે છે, “એના જેવો ગાંધર્વવેદમાં નિષ્ણાત બ્રાહ્મણ જાતે હાજર હોય તે કઈ ભૂતની છાતી નથી કે એ મેખલાને વાળ વાંકે કરે !" તેથી બધાને હિંમત આવે છે. આખી વિધિ કહ્યા પ્રમાણે પૂરી કરવામાં આવે છે. મેખલા ચારાયણના બે પગ વચ્ચેથી પસાર થવા લાગે છે. ચારાયણને એટલે બધા - આનંદ થાય છે કે એ મોટેથી બબડવાની શરૂઆત કરે છે, “ઓહ ! હું તે મદનના રથ ઉપર આરૂઢ થયો છું ! અંતઃપુરની ક્રીડાદાસી કેવી મારા પગ વચ્ચે ફસાઈ ગઈ ! મને છેતરીને મારું લગન કરાવવું હતું કેમ ? મેખલા ! જે કર્યું એને બદલે !' આખી પરિસ્થિતિને મેખલાને ખ્યાલ આવે છે, અને તે રડવાની શરૂઆત કરે છે. રાણી પણ શરમાઈ જાય છે, તે ગુસ્સે થાય છે. “બિચારીની આવી નિર્લજજ મશ્કરી કરવાનું કોઈ કારણ ન હતું.” એમ તે કહે છે. પણ ચારાયણ કહે છે કે રાજાના મિત્ર એવા મારી તમે ગમે તેવી મશ્કરી કરી શકે, તો તમારી મેખલાની હું એવી મશ્કરી કેમ ન કરી શકું?” રાણી અને બીજી સ્ત્રીઓ ખૂબ ગુસ્સે થાય છે અને ખૂબ બળે છે. પણ ચારાયણને તેની કાંઈ પડી નથી. એ તે પિતાના વિજન્માદમાં જ મશગૂલ છે. ચારાયણ ઝેરીલે છે. એને ગુસ્સે થતાં વાર લાગતી નથી. રાજાના વિવાહપ્રસંગે પિતાને ભેટ મળવી જોઈએ એમ તે કહે છે. દાસી કહે છે કે, “તેને તે જરૂર ભેટ મળવી જોઈએ—અર્ધ ચંદ્ર !" ચારાયણ તેથી પાછો ખિજાય છે, અને -ગુસ્સામાં કહે છે કે, “રાજમહેલમાં તમારા જેવી દાસીઓનાં મે તે હું એવા કરી નાંખ્યું કે તમારા ધણીને જોતાં શરમ આવે. શું સમજે છો ?' એક દાસી કહે છે ચારાયણ દુર્વાસા જેવો કેપિષ્ટ છે. ચારાયણનો સ્વભાવ જોઈએ તે દાસીનું કહેવું બરાબર લાગે છે. ખરી રીતે વિદૂષકમાં આટલો બધો કપ હોય એ એક આશ્ચર્યની વાત કહેવાય. પોતાની મશ્કરી થયા પછી કઈ ગુસ્સે થાય એ સ્વાભાવિક છે, પણ તેને બદલે લેવા માટે કારસ્તાન રચવું એ વિદૂષકની વિશેષતા નથી. શાકાર જેવા ઝેરીલા ખાપુરુષનું ચિત્રણ હાસ્યકારક રીતે કરી શકાય. તે -પોતાના વેરને બદલે લઈ શકે. પણ ચારાયણ શકાર જે ખલપુરુષ નથી. તે વિદુષક છે. પણ જે આ પણે ચારાયણનું પાત્ર ઝીણવટથી તપાસીએ તે તેનું વિદૂષકપણું -નકલી લાગે છે. તે વિદૂષક હોવાનું નાટક કરે છે. સ્વપ્નમાં જોયેલી સ્ત્રીને ઉદ્દેશીને