________________ 282 વિદુષક - પિતે અભણ હેઈ પિતાને લખતાં કે વાંચતા આવડતું નથી એમ તે કહે છે. તે કદાચ ખરું હશે. ચારાયણનું પિતાનું જયારે બીજું લગ્ન થાય છે, ત્યારે . તે મૌનવ્રત પાળે છે. રાજા તેને કાંઈક પૂછે છે. તે વખતે તે જમીન ઉપર કાંઈક લખી જવાબ આપે છે. તે જોઈ રાજા કહે છે. “મને અઢાર લિપિઓ આવડે. છે, પરંતુ હું તારા અક્ષર ઓળખી શકતા નથી !' તાડપત્ર ઉપર લખેલે કાવ્યમય પત્ર તે રાજા પાસે વંચાવે છે. તેથી ચારાયણને લખતા વાંચતા નહી આવડતું હોય એવું લાગે છે. પ્રેમમાં પડ્યા પછી રાજા રાણીને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. ચારાયણ તેને ભણેલે પાઠ ભૂલી જનાર આળસુ વિદ્યાથીની ઉપમા આપે છે. તે પોતે કેટલા વિદ્વાન છે એ કહેવાની જરૂર નથી. ચારાયણ બીકણ હોય એવું બનાવે છે. સ્ફટિકની ભીંત પાછળ અવાજ સંભળાય છે, ત્યારે ત્યાં કેાઈ ભૂત-પિશાચ હશે એવું એને લાગે છે. એને ભય ટાળવા તે રાજાને પોતાની ચોટલીને ગાંઠ મારી આપવા કહે છે. ચાલતાં ચાલતાં તેઓ પેલી ભીંત પાસે આવી પહોંચે છે, અને ધ્યાન ન હોવાને લીધે તેઓ ભીંત સાથે અથડાય છે. ભીંત સ્ફટિકની હેવાને લીધે તેમને અથડાવાનું કારણ જણાતું નથી. ચારાયણને ત્યાં કેઈ અદશ્ય ભૂત હશે એવું લાગે છે. તેથી પોતાની લાકડી ઉગામી તે પિતાનું શૌર્ય બતાવવાનો પ્રયત્ન કરે છે. એવામાં ત્યાં કોઈ બેલતું હોય એ અવાજ સંભળાય છે, ત્યારે ત્યાં કોઈ બ્રહ્મરાક્ષસ હશે એવું તેને લાગે છે, કારણ કે એ એનિમાંના જીવોને રાત પ્રિય. હોય છે એ તે જાણે છે. ખરી રીતે ત્યાં ભૂતબૂત હેતું નથી પરંતુ સ્ફટિકની . ભીંત પારદર્શક હેવાને લીધે બધે ગેટાળા વળે છે. વિદૂષકના બધા ગુણે ચારાયણમાં જોવા મળે છે. તે કુરૂપ છે. તે બ્રાહ્મણ. છે. મફતીયા ખાવા મળતું હોવાને લીધે મસ્ત બનેલ બ્રાહ્મણોમાં જણાતી અશિક્ષિતતા તેનામાં છે. ખાઉધરાપણું અને દક્ષિણ મેળવવાની લાલચ પણ તેનામાં જણાય છે. તે બીકણ છે, બડાઈખેર. છે. ઉપરાંત, સામાન્ય રીતે વિદૂષકને બૈરી. હેવાનો ઉલ્લેખ જણાતું નથી, પરંતુ ચારાયણ વિવાહિત અને બચરવાળ છે. ચારાયણ વિદૂષકગીરી બરાબર કરે છે. તે રાણીએ કરેલી મશ્કરીને ભેગા બને છે. એક વખતે રાણી અને મેખલા નામની દાસી રાજમહેલમાંના એક નાના છોકરાને નવોઢાની માફક શણગારે છે, અને ચારાયણનું તેની સાથે લગ્ન કરવાનું કાવત્રુ રચે છે. નાટકના નાયક વિદ્યાધરમલ્લના દરબારમાં મૃગાંકવર્મા નામને રાજા હોય છે. તેના પુરોહિતની કન્યાને વિવાહ કરવાનું હોય છે, અને તે માટે