________________ 278 વિદૂષક જગ્યાએ !" આમ દાસી અને વિદૂષકની લડવાડ અંતે વિદૂષકની ફજેતીમાં પરિણમે છે. એ પ્રસંગે વિદૂષક પાછો ફરતું નથી. પણ પછી, કોઈ બીજે પ્રસંગે તે પાછા ફરે છે. અને પછી દાસી જોડે એ એવું વર્તન કરે છે કે કોઈને ખ્યાલ. પણું ન આવે કે એક દિવસ એમની લડવાડ જામી હતી. * રાજા કપૂરમંજરીના પ્રેમમાં પડે છે. અને એક મિત્ર તરીકે કપિંજલ તેને મદદ કરવા તૈયાર થાય છે. તે દાસી ઉપર વિશ્વાસ રાખતા નથી, કારણ કે દાસીને કોઈને છેતરવાની, અથવા કોઇની મશ્કરી કરવાની ટેવ છે એવું તે માને છે. પણ એક વખત દાસી તેને “મશ્કરીને વખતે મશ્કરી અને કામને વખતે કામ કરવાની ખાત્રી આપે છે. ત્યારે તે દાસી સાથે ફરી એક થઈ જાય છે. અને બંને મળીને રાજા અને કપૂરમંજરીના મિલન માટેની યોજના ઘડે છે. આમ બંને વચ્ચે સમાધાન થયા પછી વિચક્ષણ અને તેની મેટી બેન કાવ્યકલામાં પિતા કરતાં શ્રેષ્ઠ હોવાનું કપિંજલ પોતે જ કબૂલ કરે છે, એટલું જ નહીં પણ વિચક્ષણને પૃથ્વી પરની કાવ્યદેવતા' અને સુલક્ષણાને “ત્રિલોકમાંની કાવ્યદેવતા” એવા વિશેષણો તે આપે છે. પિતાના ધંધાને અનુસરીને કપિંજલ ઘણીવાર રાજની મશ્કરી કરે છે. ત્રીજા અંકમાં રાજા એકલે પોતાની પ્રેયસી વિશે સ્વગત બોલતા હોય છે તે સાંભળી કપિજલ તેને પૂછે છે કે, બૈરીને દબાયેલું હોય એમ શું મનમાં ને મનમાં બબડે છે?” પછી રાજા એને પોતાનું સ્વપ્ન કહે છે, ત્યારે કપિંજલ તેને એના કરતાં સવાયું અને દીર્ઘસૂત્રી સ્વપ્ન વર્ણવે છે. આથી રાજાને ખાલી કિલાઓ. બાંધવાને કોઈ અર્થ નથી એ વાતને ખ્યાલ આવી જાય છે. આમ કદાચ કોઈ પ્રસંગે કપિંજલ રાજાની મશ્કરી કરે તે પણ એકંદરે તેની વૃત્તિ રાજાને મદદ કરવાની છે. દાસીની મદદ લઈ, તેમ જ પોતાની હિંમત ઉપર તે રાજાને પ્રેમપ્રાપ્તિમાં સારી મદદ કરે છે. તે જાદુગરને ખુશ કરી, કપૂરમંજરીને તેના દેશમાંથી લઈ આવવાનું તેને કહે છે. રાણીના કહેવા પ્રમાણે તે કપૂરમંજરીને પોતાની વાત કહેવા ઉત્તેજન આપે છે. પોતાના ખેસની ગડી કરી તેને આસન તરીકે બેસવા આપે છે. દાસીની સૂચના ધ્યાનમાં લઈ તે રાજાને મરકતશિલાતલ પાસે લઈ આવે છે. ત્યાં ઝુલા પર હીંચકા ખાતાં રાજાને કપૂરમંજરી નિહાળવાનું સુખ પ્રાપ્ત થાય છે. થોડી વાર પછી તે રાજાને તમાલવૃક્ષ પાછળ લઈ જાય છે. ત્યાંથી રાજ કપૂરમંજરીને વધુ પાસેથી જોઈ શકે છે. ઝેરીલી રાણીને બાજુએ મૂકી રાજા અને કપૂરમંજરીના મિલન માટે કપિ જલે