________________ 12 કપિંજલ ईदृश राजकुलं दूरे वन्द्यतां यत्र दासी ब्राह्मणेन समं प्रतिस्पर्धा करोति / तदद्यप्रभृति निजवसुन्धराब्राह्मण्याः चरणशुश्रूषकः भूत्वा गृहे एव स्थास्यामि / –કપૂરમંજરી, 1 રાજશેખરના પ્રાકૃત સટ્ટમાં વિદૂષક “કપિંજલ બ્રાહ્મણ” તરીકે ઓળખાય છે. તેના નામ ઉપરથી, તેના માંકડા જેવા લાલ ચહેરાને આપણને ખ્યાલ આવે છે. અર્થાત વિદૂષક વાંદરા જેવો કુરૂપ છે. પરંતુ કપિલ પિતાના રૂપ વિશે જે ઉલ્લેખ કરે છે, તે પ્રમાણે તેને લાંબી દાઢી અને સૂપડા જેવા મોટા કાન હોય. એવું લાગે છે. નાટકમાં એક વખત, પાંજરામાંને પોપટ તેને તેની ચોટલી ખેંચી કાઢવાની ધમકી આપે છે. તે ઉપરથી તેને બ્રાહ્મણ જેવી એટલી હોવી જોઈએ એમ કહી શકાય. બ્રાહ્મણ ભૂખથી વ્યાકુળ થાય, તે તે લાડવાના સ્વપ્નાં દેખે' એવું કપિંજલ માને છે. સિંધુવારનાં ફૂલો તેને દૂધપાકમાં રંધાયેલા ભાતના નરમ દાણુ જેવા લાગે છે, અને જૂઈના ફૂલેને તે ભેંસના દૂધની ઉપમા આવે છે. રાણી વિશે બોલતાં એક વખતે તે દૂધ અને છાશનો ઉલ્લેખ કરે છે. આ ઉલ્લેખ કપિંજલની. ભેજનપ્રિયતાના નિદર્શક છે. કપિંજલે અધ્યયન કરી અક્ષરને નકામો ત્રાસ આપ્યો હોય એવું લાગતું નથી. અર્થાત પિતાની વિદ્વત્તાની લાંબી-મોટી વાતે તે તે હંમેશા કરતા જણાશે. તેને સસરાના સસરા એક પડિતને ઘેર પુસ્તકે ઊંચકવાનું કામ કરતા હતા ! વિચક્ષણ નામની દાસીએ એનું પાણી બરાબર માપી લીધું છે. જેમ ત્રાજવાની આડી દાંડી ઉપર વજનની નિશાનીઓ હોતી નથી તે જ પ્રમાણે કપિંજલમાં વિદ્વત્તા નથી એમ સમજવું ! દાસી કહે છે કે જે કપિંજલને વિદ્વત્તા સાથે કોઈ સંબંધ હોય તે તે આડકતરી રીતે, કશાકના અન્વયે આવ્યું છે. જોઈએ, પ્રત્યક્ષ નહીં. એ સાંભળી કપિંજલ ચિડાય છે, અને કહે છે કે એના જેવા “અકાલજલદ' નામના કુળમાં જન્મેલાને બુદ્ધિ અન્વયથી જ, એટલે કે. વંશપરંપરાગત વારસામાં જ મળતી હોય છે. પણ એ ઉપરથી બંનેમાં લડવાડ,