________________ 274 વિદૂષક નાયકને સહચર હોવાને લીધે ખાનસને તેને વિશે સહાનુભૂતિ હોવા છતાં તે નાયકની મશ્કરી કરવાનું છોડતો નથી. નાયક પિતાનું રાજ્ય ગુમાવે છે, અને પછી વખત જતાં એક છોકરીના પ્રેમમાં પડે છે. ખાસ કહે છે કે જેમ કેઈ આંધળે કૂવામાં પડે તેમ આ થયું કહેવાય.” વૈખાનસ નાયકની આ અવસ્થા ત્રાસદાયક માને છે. નાયિકાએ નાયકનું ચિત્ર દેવું હોય છે. નાયક તે એકચિત્તથી જોતા હોય છે. વૈખાનસ એને કહે છે કે, “તમે ચિત્રમાંની કલા ઉપર મુગ્ધ થયા છે કે પિતાના સૌંદર્ય ઉપર નાયક વિરડની યાતનાઓ સહન કરી શકતા નથી. તેના શેકેગાર સાંભળી વિમાનસ કહે છે, “એકલા પડેલા શિયાળ જેવી આ ચીસે હવે બંધ કરે. જરા મારી સાથે પણ બેલે'. ખાનસ નાયકની મશ્કરી કરે તે પણ એને નાયક વિશે સહાનુભૂતિ છે. જમીન ઉપર પડેલો રત્નહાર લેવો એ ચેરી છે એમ સમજી તે પહેલા લેતે નથી, પણ નાયકે આગ્રહ કર્યા પછી તે લઈ લે છે. પિતે નાયિકાની દાસીને રત્નહાર શા માટે આપે છે એનું સમાધાનકારક કારણ તે નાયકને આપે છે. નાયિ. કાનું ચિત્ર દોરવા તે નાયકને પ્રોત્સાહન આપે છે, પોતાના પ્રેમ વિશે નાયકને બેલવાની ફરજ પાડી તેના મનને ભાર એ હળવો કરે છે. નાયકનું મન બહલાવવા તે એને ઉદ્યાનમાં લઈ જાય છે. છેલ્લા અંકમાં, રત્નાહાર જોઈ નાયકની આંખમાં આંસુ આવી જાય છે. વૈખાનસ તેને સાંત્વન આપતા કહે છે, “સજજન માણસની કથા કોઈપણ માણસનું દિલ પિગળાવવા સમર્થ છે. એના અલંકારો. જોતાં માણસની આંખમાં આંસુ આવે એ સ્વાભાવિક છે.” અંતે નાયકના પ્રેમને સફળતા મળે છે. પોતાના સદ્ભાગ્ય ઉપર નાયકનો વિશ્વાસ બેસતું નથી. વૈખાનસ એને કહે છે, “અરે તારા શરીરના આ રૂંવાટાં ખડાં થાય છે એ તે તું માને છે કે નહીં ?" નાયક વૈખાનસના ખોળામાં માથું મૂકી સુઈ જાય છે એ નાટકમાંને ઉલ્લેખ નાયક અને વિદૂષકની પરસ્પર મૈત્રીની દૃષ્ટિએ નોંધવા જેવો છે. નાટકના કથાવિકાસમાં વૈખાસ કોઈ મહત્તવને ભાગ ભજવતા નથી, પણ કથાવસ્તુમાં એને કઈ સ્થાન નથી એવું નથી. તે ઘણાં નાનાં કામ કરે છે. નાયકની ધાત્રી વિનયંધરા પરિવાજિકાને વેશ લઈ નાયિકાના પરિવારમાં સામેલ થાય છે. વિનયંધરાને મળવાનો મહત્વની કામગીરી ખાનસને સોંપવામાં આવી હતી. ઝાઝા પ્રયત્ન કર્યા વગર જ તેની વિનવધરા સાથે મુલાકાત થાય છે. પિતાનું કામ સફળ થયાને ખાનસને આનંદ થાય છે, અને લોકે પિતાને મૂર્ખ માનતા હોય તે પણ પિતે સ્નાતક થયો હેય, કૃતકૃત્ય થયો હાય, એ આનંદ તે અનુભવે છે, પિતાને મળેલ રત્નહાર તે નાયિકાની દાસીને