________________ 11 વૈખાનસ विदूषकः- इदानीं प्राप्तयज्यानां अशित्वा पीत्वा तिष्ठताम् / સારી- ય aa aa ત aaN કર્યાં -કોમુદીમહેત્સવ, 5 રાણી વિજયભટ્ટારિકાએ લખેલા કૌમુદી મહોત્સવ નામના નાટકમાં વિદૂષકનું નામ વખાસ છે. નિપુણિકા નામની દાસી ખાનસને પહેલી વાર જોઈ એવું માને છે કે તે દેખાવે વાંદરા જેવો છે અને એને અવાજ ગધેડા જેવો છે. નિપુણિકાના આ ઉદ્ગારો હાસ્ય નિર્માણ કરે, તે પણ તે દ્વારા ખાસ એક વિદૂષક છે એટલું જ સૂચિત થાય છે. વિદૂષકની ભજનપ્રિયતા લેખિકાએ જરા વિસ્તારપૂર્વક વર્ણવી છે. જમીન ઉપર કીંમતી રત્નને હાર એકઠો થઈ પડયો હતો. વિદૂષકને તે થાળીમાં પિરસેલા ભાત જેવો લાગે છે. બીજા અંકમાં તે એકલે જ આમતેમ ફરતે. હેય છે. કોઈ તેની તરફ ધ્યાન આપતું નથી. સૈનિકેની છાવણીમાં જેમ કે મહેમાનની કદર ન થાય, તેમ પિતાની પણ અહીં કોઈને કદર નથી એમ વૈખાનસને લાગે છે. પછી તે દાસીને જુએ છે, ત્યારે ભૂખ્યાને જમણ માટેનું આમંત્રણ મળ્યાને આનંદ તે અનુભવે છે. ત્રીજા અંકમાં નાયક નાયિકાનું ચિત્ર દેરવામાં મશગુલ હોય છે. પણ તેની બાજુમાં વૈખાનસ ભૂખથી વ્યાકુળ થયેલે જણાય છે. પાંચમાં અંકમાં, ઉદ્વિગ્ન બનેલ નાયક મનને આનંદ આપવા કયાંક જવા માટે ખાનસને કહે છે, ત્યારે કાલિદાસના માણુવક પ્રમાણે તે એને રસોડામાં જવાની વાત કરે છે. નાયકને પોતે ગુમાવેલું રાજ્ય ફરી મળે છે. તે વખતે વખાનસ તેને જૂનું પ્રેમ પ્રકરણ ભૂલી જઈ, હવે રાજ્યપ્રાપ્તિના આનંદમા ખાઈ પી મા કરવાને ઉપદેશ આપે છે. તેથી નિપુણિકા તેને કહે છે કે જે તું રાજા થાય, તે મને લાગે છે કે તું ખાવાપીવા સિવાય બીજો કોઈ રાજય કારભાર સંભાળે જ નહીં ! વખાનસ બીકણ છે. વીંટાળેલું ચિત્રફલક તેને સાપ જેવું લાગે છે અને તેથી તે ગભરાય છે. તે દાસીથી પણ ગભરાય છે. એક વખત તે દાસીને પિતાનું ચિત્ર દેરવા કહે છે, પણ દાસી તે એને ખંખેરી નાંખે છે. વૈખાનસ બિચારે. ગભરાઈ જાય છે, અને દાસીને ખુશ કરવા તેને રત્નહાર ભેટ આપે છે. 18