________________ આત રા છેવટે, આ બ્રાહ્મણ નવમાલિકાના પગે પડે છે. આમ, નવમાલિકા પિતાની વાત ખરી કરે છે. આત્રેયની આટલી બધી મશ્કરી કરવાની નવમાલિકાને ઈરછા ન હતી. તેથી તેની દયાજનક પરિસ્થિતિ જોઈ તે વિટને તેને છોડી દેવાનું કહે છે. તે પિતે આત્રેયના પગે પડે છે, અને તે બ્રાહ્મણ હોવા વિશેની વિટને ખાત્રી આપે છે, અને તેને આત્રેયની માફી માંગવાનું કહે છે. પ્રેયસીની આજ્ઞા પાળતે વિટ દારૂને ઘેનમાં પોતે આત્રેયનો ગુનો કર્યો હોવાનું કબૂલ કરે છે. પછી વિટ અને નવમાલિક આનંદ માણવા દારૂભઠ્ઠી તરફ ચાલ્યા જાય છે. પોતાને છૂટકારે થયો તેથી આત્રેય હાશ કરે છે. દારૂડિયાના સ્પર્શને લીધે તે અભડાઈ ગયો હતું. તેથી તે સ્નાન કરી શુદ્ધ થાય છે અને નાયકને મળવા જાય છે. પણ કમનસીબે આત્રેયની મુશ્કેલીઓ હજુ પૂરી થઈ નથી. કુસુમાકર ઉદ્યાનમાં નાયક, નાયિકા અને દાસી બેઠાં હોય છે. નાયક આત્રેયને મોડું કેમ થયું તે વિશે પૂછે છે. ખરું કારણ કહેવા જેટલો આત્રેય ભૂખ નથી. તે ગડું મારે છે કે વિવાહપ્રસંગને નિમિત્તે બધાં સિદ્ધ અને વિદ્યાધરે ભેગા થઈ મદ્યપાન કરતા હતા. તેમને જોતાં રસ્તામાં વખત ચાલ્યો ગયો ! પછી બધા તમાલ વીથી તરફ જાય છે. ચાલવાના પરિશ્રમથી મલયવતી થાકી જાય છે. આત્રેય જીતવાહનનું તે તરફ ધ્યાન દેરે છે. જીમૂતવાહન મલયવતીની પ્રશંસા કરતે કહે છે, “આવું અસામાન્ય સૌન્દર્ય ઘેરે હોય તે પછી બાગમાં આવવાને પરિશ્રમ નિરર્થક જ કહેવાય !" નાયકના પ્રેમભર્યા આકર્ષક શબ્દો સાંભળી મલયવતીની દાસી ખુશ થાય છે. આત્રેયને ખિજવવા તે કહે છે, “સાંભળ્યું રાણીસાહેબનું કેવું વર્ણન કરવામાં આવે છે ? આત્રેય ચિઢાઈને કહે છે, “કઈ સ્ત્રીનું સૌન્દર્ય વર્ણવે, તેનાથી આટલું બધું ખુશ થવાનું કેઈ કારણ નથી, સમજ્યાં ? પુરુષમાં પણ સૌદર્ય નથી એમ કોણ કહે ? પણ ઈર્ષ્યાને લીધે પુરુષનું સૌંદર્ય કેઈ વર્ણવતું જ નથી !' આત્રેયની મશ્કરી કરવાની એક સારી તક ચતુર દાસીને (એનું નામ પણ ચતુરિકા હોય છે !) સાંપડે છે. તે આત્રેયને કહે છે, “લે હું આપને વર્ણવું !" દાસીએ વાપરેલા “વMયામિ' શબ્દના બે અર્થ થાય છે. આત્રેયને લાગે છે કે દાસી તેનું ચિત્ર ચીતરવાની છે. તેથી તે ખૂબ ખુશ થાય છે. આજ સુધી બધાએ તેના રૂપની મશ્કરી જ કરી હતી. “આત્રેય લાલ માકડા જેવું છે. એ પેલા માકડા જે વગેરે ઉદ્ગારે સિવાય તેણે બીજુ કાંઈ સાંભળ્યું ન હતું,