________________ એચ ગભરાઈ જાય છે. પણ દારૂના ઘેનમાં ભાન ભૂલેલ વિટ તે એમ જ માને છે કે હજુ નવમાલિકાને ગુસ્સો ઊતર્યો નથી. તેની માફી માંગવા તે તેને પગે પડે છે. આ બાજુ નવમાલિકા પોતાના પ્રિયતમને મળવા ત્યાં આવે છે. શેખરક. વિટને તે ચાહે છે. ગુસ્સે થઈ તેણે પૂરી રાત પોતાના પ્રિયતમને વિરહની શિક્ષા કરી હતી. તેને મળવા તે વહેલી સવારે અહીં ઉદ્યાનમાં આવી હતી. પણ ઉદ્યાનમાં. વિટને કઈ બીજી સ્ત્રીને મનાવતે જોઈને તે પાછી ગુસ્સે થાય છે. આ બાજુ, વિટ કરેલ અતિપ્રસંગ સહન ન થવાને લીધે આત્રેય વિટને દારૂડિયો (મત્તપાલક) કહી ગાળ આપે છે, અને જરા આંખ ખોલી ક્યાં છે. નવમાલિકા તે જોવાનું કહે છે. આત્રેયને અવાજ સાંભળતાં જ નવમાલિકા તેને ઓળખે છે. તે બધી વાત તરત જ જાણી જાય છે. તેને પણ આયની મશ્કરી. કરવાની ઈચ્છા થાય છે. તે પિતાનું ગુસ્સાનું નાટક ચાલુ રાખે છે. વિટને નકર ચેટ નવમાલિકાને જુએ છે, અને પિતાના માલિકને આ. બાજ ખરી નવમાલિકા આવી હેવાનું કહે છે. નવમાલિક પિતાનો ગુસ્સો ચાલુ રાખે છે. તે જ વખતે આત્રેય વીટાળેલું વસ્ત્ર ફેંકી દે છે, અને તેથી. વિટને પોતે આટલી વાર કેને મનાવતો હતો તેની જાણ થાય છે, તેને લાગે છે. કે આત્રેયે પિતાને બનાવવા સારું જાણી જોઈને સ્ત્રીને વેશ કર્યો હોવો જોઈએ.. તેથી તે ગુસ્સે થઈ જાય છે. “કપિલમર્કટ કહી તે તેને એક ગાળ આપે છે, અને ચેટને સેંપી દે છે. પછી તે નવમાલિકાનું પ્રણયારાધન કરવાની શરૂઆત કરે છે. વિટ નવસાલિકાનું પ્રણયારાધન કરવામાં મશગુલ હોય છે. થોડીવાર કોઈનું પિતાની તરફ ધ્યાન નથી એવું જેઈ આત્રેય નાસી જવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં જ ચેટ તેને પકડી પાડે છે. બંનેના ધમપછાડામાં આત્રેયની જનોઈ તૂટી. જાય છે. ચેટ આત્રેયને ગળે પિતાને ખેસ બાંધી બરાબર પિતાની જગ્યાએ ખેંચી આણે છે. પિતાને નાસી જવાનો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા પછી આત્રય. શાંત થાય છે, અને પિતાને છોડાવવા તે નવમાલિકાને કરગરીને વિનંતી કરે છે. નવમાલિકા એને રેફમાં પિતાને પગે પડવાનું કહે છે. એ સાંભળી આત્રેય ખિજાય છે. તેનું બ્રાહ્મણનું અભિમાન જાગ્રત થાય છે. તે કહે છે, “હું રાજાને મિત્ર, બ્રાહ્મણ, તારા જેવી રાંડને પગે પડું ? નવમાલિકા હસીને કહે છે, “ઈશું કેણ કને પગે પડે છે !"