________________ નાયિકાના વિવાહ તેમનાં માતાપિતા દ્વારા જ નક્કી થાય છે. રાતવાહનના માતાપિતા મિત્રાવની વિનંતી સ્વીકારે છે, અને મલયવતીને પોતાની વહુ બનાવે છે. તેથી નાયકના મિત્ર તરીકે આત્રેયને કાંઈ કરવાનું રહેતું નથી. નાયક- નાયિકાના મિલન માટેની કઈ યોજના કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે, અથવા તેમની મશ્કરી કરી વિનોદ કરવા માટે આત્રેયને કઈ તક મળતી - નથી. તેથી, આત્રેયના પાત્રને આ નાટકમાં કઈ સ્થાન નથી. પણ તેથી કદાચ આત્રેયનું હાસ્યાસ્પદ ચિત્રણ કરવા માટે નાટકકાર પ્રેરાયે હશે. આત્રેયને બીજાની મશ્કરી કરવા માટે કોઈ પ્રસંગ નથી મળતું; પણ દરેક પ્રસંગે તે પિતે હાસ્યને વિષય બને છે. બધા તેની મશ્કરી કરે છે. નાયક અને નાયિકાના વિવાહ પ્રસંગે “જમાઈરાજના મિત્ર તરીકે આત્રેયનું ખૂબ સન્માન કરવામાં આવ્યું હતું. તેને નવાં વસ્ત્ર ભેટ મળ્યાં હતાં. શરીરે લગાડેલા સુગંધી દ્રવ્યોની સુવાસ તે હજુ માણી રહ્યો હતો. વિવાહમાં મળેલ પુષ્પમાલા તેણે માથે બાંધી હતી. તે ખુશ હતે. અત્યારે તે નાયકને મળવા માટે * ઉદ્યાનમાં આવી રહી હતે. પણ ઉદ્યાનમાં પ્રવેશતાં જ તેના શરીર પરના સુંગધી - દ્રવ્યોને લીધે, અને માથા પરની પુષ્પમાળાને લીધે ભમરાઓ તેની તરફ આકર્ષાય છે અને તેને સતાવે છે. આત્રેય ખિજાય છે. પણ તે શું કરી શકે? દુષ્ટ મધુકરને ગાળો આપીને શું વળવાનું હતું ? તેને ખ્યાલ આવે છે કે વિવાહેત્સવમાં કન્યા પક્ષ - તરફથી કરવામાં આવેલ સત્કારને પરિણામે તેને આ મુસીબત વેઠવી પડી હતી. પણ તરત જ તેને એક યુક્તિ સૂઝે છે. ભેટમાં મળેલ વસ્ત્ર તે પિતાને શરીરે વીંટાળે છે. પછી એ ભમરાઓ શું કરવાનાં હતાં? પિતાની ચાલાકી ઉપર આત્રેય ખુશ થાય છે. તે જ વખતે દારૂ પીને મત્ત બનેલ વિટ પોતાની પ્રેયસી નવમાલિકાને શોધતે ત્યાં આવે છે. વિટ ફક્ત મદિરાની સત્તાને માને છે. હરિ, હર જેવા દેને પગે પડવા તે તૈયાર નથી. અલબત્ત, ગુસ્સે થયેલી નવમાલિકને પ્રેયસીને-મનાવવા તે ગમે તે કરી શકે છે, એને પગે પડી શકે છે. આત્રેય ત્યાં પોતાના શરીરે વસ્ત્ર વીંટાળી ઊભો હતે. વિટ તેને નવમાલિકા સમજે છે, અને તેને આલિંગે છે. તે તેનું પ્રણયારાધન કરે છે. વિટના મુખમાંથી આવતી દરની વાસ અને તેણે શરૂ કરેલા આ પ્રેમચાળા આત્રેય સહન કરી શકતા નથી. - એક પ્રકારના ભમરાઓના ત્રાસમાંથી તેણે પોતાની જાતને જેમ તેમ બચાવી, -તિ આ બીજા ભમરાએ તેને હેરાન કર્યો હતે ! આત્રેય મૂંઝાઈ જાય છે,