________________ માય પિતાના પ્રયત્ન તે ચાલુ રાખે છે. મલય પર્વતના રમણીય પ્રદેશમાં તે જીમૂતવાહન સાથે આવે છે. ત્યાંના સુષ્ટિસૌંદર્યનું વર્ણન તે અત્યંત રસિકતાથી કરે છે. ચંદનવૃક્ષોની સુગંધ અને નિર્ઝરોના જલકણોની શીતલતા લઈ વહેતા મલયાનિલ પ્રિયાના આલિંગન જે આહાદદાયક અને રોમાંચકારક છે. તપોવનના ઘટદાર વૃક્ષાની ગાઢ છાયામાં અનેક પ્રાણીઓ સુખથી બેસી રહ્યાં છે. બીજી બાજુએ યોની આહુતિના સુગંધી ધુમાડાએ આખું વાતાવરણ ભરી દીધું છે. દૂરથી સંગીતના મધુર સ્વર સંભળાય છે. પિતાના મુખમાંના કાળિયા ખાવાનું ભૂલી જઈ હરણે એ સંગીતને આસ્વાદ માણે છે. આત્રેય ઉત્સાહપૂર્વક આજુબાજુના પ્રસન્ન વાતાવરણનું વર્ણન કરી જીમૂતવાહનનું ધ્યાન તે તરફ દોરવાનો પ્રયત્ન કરે છે, પણ તેની જીમૂતવાહનના મન ઉપર ઝાઝી અસર થતી નથી. “વાહ ! સરસ” એટલું કહી એ શાંત બેસે છે. કુદરતનું આ સૌંદર્ય એને ન આકર્ષે છે તે ઠીક, પણ જે સૌંદર્યદેવતા ત્યાં મધુર ગીત ગાઈ રહી હતી તેને પણ જોઈને જીમૂતવાહનને દિલ પર પહેલાં તે કોઈ અસર થતી નથી. છેવટે, આત્રેય તેને હાથ ખેંચીને નાયિકા પાસે લઈ જાય છે. સૌભાગ્યથી, નાયિકાને નજીકથી જોતાં જ તેનું હૃદય પરિવર્તન પામે છે. તે નાયિકાના સૌંદર્યથી આકર્ષાય છે. યૌવનની મીઠી. લહરીઓ તેના શરીરને વ્યાપી વળે છે, અને થોડી વાર તે પિતાના માતાપિતાની સેવા અને તપશ્ચર્યા ભૂલે છે. જીમૂતવાહન મલયવતીના પ્રેમમાં પડે છે. પછી, તેની વિરક્યાતનાઓ શરૂ થાય છે. નાયિકાની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેનું મન અસ્વસ્થ રહે છે. તે વખતે તેના મનને સુખ આપવા શું શું કરવું તેને આત્રેય વિચાર કરે છે. પ્રેમનું પાગલપણું બાજુએ મૂકી ફરી માતાપિતાની સેવા કરવામાં જીમૂતવાહને પિતાનું મન પરોવવું એવો મૂર્ખ ઉપદેશ તે પહેલાં કરે છે. પણ પછી વિરહયાતનાઓ શાંત કરવા શીતલ સામગ્રીને ઉપયોગ કરવાનું તેને સૂઝે છે. તે જીમૂતવાહનને ચંદનલતાગૃહમાં લઈ આવે છે. તેને અગ્નિદાહ શાંત કરવા ત્યાં તે તેને ચંદ્રમણિ શિલા ઉપર બેસાડે છે, અને નાયિકાનું ચિત્ર દોરવા ઉત્તેજન આપે છે. પછી નાયક અને નાયિકાનું મિલન. થાય છે. બંને એકબીજાને ચાહતા હોય છે. નાયક નાયિકાને હાથ હાથમાં લે છે. તે વખતે આત્રેયને વિનોદ કરવાની એક તક સાંપડે છે. તે નાયકને કહે છે. સ્ત, તે તે પાણિગ્રહણ જ કર્યું ! આ તમારે ગાંધર્વ વિવાહ-પ્રેમવિવાહ થયે ! હં હવે છોડ એને હાથ !' પણ આત્રેયને આ નાટકમાં મશ્કરી કરી વિનોદ નિર્મવાની અથવા નાયકને તેના પ્રેમ સાફલ્યમાં મદદ કરવાની ઝાઝી તક મળતી નથી, કારણકે નાયક