________________ 240 વિાષક ભાઈ, કરવેરો વસુલ કરનાર અધિકારી તરીકે જતાં શું વાંધો આવે? માઢની આ હાસ્યાસ્પદ સૂચના અર્થાત નકામી છે. પણ થોડી વારમાં જ આશ્રમમાંના તાપસ દુષ્યન્ત પાસે આવે છે. અને યજ્ઞનું રક્ષણ કરવા તેઓ દુષ્યન્તને આ8-- મમાં રહેવા વિનંતી કરે છે. દુષ્યન્તને જોઈતું કારણ અચાનક મળી જાય છે. પણ તે જ વખતે રાજમાતાને સંદેશે આવે છે. રાજમાતા પુત્રપિંડાલનવતનું પારણું ઉજવતી હોવાને લીધે દુષ્યન્ત ભૂલ્યા વિના રાજધાની પાછા ફરવું એ. તે સંદેશ મોકલે છે. દુષ્યન્ત દ્વિધામાં પડી જાય છે. તાપસની વિનંતીને માન આપી આશ્રમમાં રહેવું કે માતાની આજ્ઞા સ્વીકારી રાજધાની પાછા ફરવું ? તેને કાંઈ પણ સૂઝતું નથી, માઢવ્યને એ પૂછે છે, તે એ કહે છે, “ત્રિશંકુ જે વરચે જ લટકતે રહે !' માઢવ્ય મૂખ હોવાનું દુષ્યન્ત બરાબર જાણતા હૈ જોઈએ. ઘણી વખત તે માઢવ્યને હસી કાઢતે હોય તે પણ આ મૂરખ કઈ દિવસ નકામી ઉપાધિ કરી બેસશે અને તેને સંપૂર્ણ ખ્યાલ છે. કેઈની સાથે કેમ બોલવું એ માઢવ્યને સમજાતું નથી. અંત:પુરમાં જઈ એ બાઘો આશ્રમમાંની હકીકત બધે કહી દે તો રાણીઓમાં “નકામી' ગેરસમજ વધી પડે અને ગોટાળે થાય ! માઢવ્યને આ ચપલ સ્વભાવ ધ્યાનમાં લઈને જ દુષ્યન્ત તેને શકુંતલા વિશે ઝાઝી વાત કરતું નથી. માઢવ્ય પણ ખરેખર મૂરખ છે. માટીના ઢેફાં જેટલીયે બુદ્ધિ તેનામાં નથી. માટે જ દુષ્યન્ત કહેલી બધી વાત તે માની જાય છે. માઢ જેમ મૂરખ છે તેમ બીકણ પણ છે. આશ્રમમાંના અદશ્ય રાક્ષસોનું નામ સાંભળતાં જ તેને શરીરે પરસેવો છૂટે છે. દુષ્યન્ત કરેલું શકુંતલાનું વર્ણન સાંભળી તેને પણ શકુંતલા જવાની ઇચ્છા થાય છે. તાપસનું આમંત્રણ હેવાને લીધે તેને ત્યાં જવાની તક પણ મળી હતી. દુષ્યન્ત તેને પૂછે છે, “ચાલ આવવું છે? માઢવ્ય કહે છે કે શકુંતલાને જોવાની ઇરછાનું પૂર પહેલા બંને કિનારાઓ પરથી વહેતું હતું. પણ રાક્ષસનું નામ સાંભળીને એક ટીપું પણ ઇચછી રહી નથી!” આમ માઢવ્ય ઘણે બીકણ છે. પણ એની શૂરવીરતાની વાતે સાંભળી લે ! દુષ્યન્ત જ્યારે તેને રાજધાની પાછો મોકલે છે. ત્યારે તે તેને પૂછે છે કે “રાક્ષસોથી ગભરાઈને હું રાજધાની જાઉં છું એમ તે તું નથી માનતે ને?દુષ્યન્ત હસીને કહે છે, “મહાબ્રાહ્મણ, આવું ગમે તે હું તારા વિશે કેમ માનું ? અંતઃપુર વિશે પણ મોઢવ્યના મનમાં ઘણો ડર પેસી ગયો છે. અંતઃપુર, એટલે કે કાલકૂટ અથવા તે અસાવધ પ્રાણીઓને પકડવાની જાળ છે એમ તે.